કલોલમાં BCCI સેક્રેટરી જય શાહના હસ્તે અધ્યતન સુવિધાઓથી સજ્જ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન થયું
ભારતમાં સૌથી વધુ લોકપ્રિય રમત હોય તો તે ક્રિકેટ છે. આજના યુવાનોમાં ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ પણ વધુ જાેવા મળે છે. ત્યારે કલોલ ખાતે અધ્યતન સુવિધાઓથી સજ્જ ક્રિકેટ ગ્રાઉન્ડ ક્રિકેટ રશિયાઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડ કલોલ તાલુકા કેળવણી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર અને મ્ઝ્રઝ્રૈંના સેક્રેટરી જય શાહના હાજર રહ્યાં હતા. મ્ઝ્રઝ્રૈં સેક્રેટરી જય શાહે ક્રિકેટના ગ્રાઉન્ડનું ભૂમિ પૂજન કરી ઉદ્ઘાટન કર્યું હતું. જય શાહે ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદઘાટન જણાવ્યું હતું કે, મેં આખા વર્લ્ડમાં ઘણા પેન્ટી સેન્ટર જાેયા પણ કલોલના આટલા નાના પેન્ટી સેન્ટરમાં નવ પીચો હોવી એ ખૂબ જ મોટી વાત છે. જાે વર્લ્ડના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વાત કરીએ તો તેમાં ૧૧ પીચો છે. જ્યારે કલોલના આટલા નાના ગ્રાઉન્ડમાં નવ પીચો બનાવી એ ખૂબ જ મોટી વાત છે.
આ નવ પીચો બનાવવા પાછળ જય પ્રકાશજી તેમજ નિરજ પલસાણાનો ખૂબ જ મોટું યોગદાન રહેલો છે. તેમનો આ તકે આભાર માન્યો હતો. જેમાં વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે આ પીચો બનાવી આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આપણા વિદ્યાર્થીઓને એવી ટેકનીક શીખવા મળશે કે જે વિદેશી પ્લેયરો સાથે પણ રમી શકશે. આ તકે જય શાહ પાસે રણજીત ટ્રોફી માટે બે રૂમ બનાવવાની માંગણી કરાઈ હતી. જેથી કલોલના ક્રિકેટ પ્લેયરો રણજીત ટ્રોફીના નિયમો મુજબનું કોચિંગ શીખી શકે. આ તમામ સુવિધાઓ ઉભી કરવા માટે પણ જય શાહ દ્વારા તૈયારીઓ બતાવવામાં આવી હતી. જેથી કલોલના ક્રિકેટ રશિયાઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. વધુમાં જય શાહે પોતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેટિંગ પણ કરી હતી.
જેમાં તેમણે ચોકા-છક્કા જેવા શોર્ટ પણ માર્યા હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં કલોલ નગરપાલિકા પ્રમુખ ઉર્વશી પટેલ, તેમજ સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર હર્ષદ પટેલ, એલીસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ, તેમજ કલોલ વિધાનસભાના ધારાસભ્ય લક્ષ્મણજી ( બકાજી ) ઠાકોર તેમજ ડૉ. ઋત્વિજ પટેલ, સહ પ્રવકતા, પ્રદેશ ભાજપ અને પ્રભારી કલોલ વિધાનસભા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. સી આઈ પટેલ સ્કૂલની ધોરણ ૯ માં અભ્યાસ કરતી છોકરીઓ દ્વારા જય શાહનું અભિવાદન કરવામાં આવ્યંે હતું. જેમાં છોકરીઓ દ્વારા નૃત્ય કરી સ્વાગત કર્યું હતું. આ તબક્કે વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
Recent Comments