કલોલ પાસે આવેલી ગુજરાત એગ્રો ફર્ટીલાઇઝર કંપની ‘ઇફકો’ માં નોકરી અપાવવા બાબતની લાલચ આપીને છેતરપિંડી આચરનારા આરોપીઓ વિરુદ્ધ કલોલ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.એચ.સિંહ દ્વારા આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. કલોલ પાસે આવેલી ગુજરાત એગ્રો ફર્ટીલાઇઝર કંપની ” ઇફકો ” માં કાયમી નોકરી અપાવવા બાબતની લાલચ આપી તેમજ સરકારી લાભો સાથેની સર્વેયર કમ ક્લાર્કની કાયમી નોકરી આપી ખોટા બોગસ નોકરીના ઓર્ડરો તથા આઇડેન્ટિટી કાર્ડ બનાવી આપી તેમજ ખોટા સીલ સિક્કા, જેઓ શૈક્ષણિક બેકાર તેમજ નોકરીવંશિક ઉમેદવારોને ટાર્ગેટ બનાવીને ઉમેદવાર દીઠ ૧,૨૫,૦૦૦/ રૂપિયા નોકરી પેટે લઈ છેતરપિંડી આચરી હતી?. ઉલ્લેખનીય છે કે કોર્ટમાં છેતરપિંડીના આ કેસ દરમિયાન ૧૪ જેટલા સાહેદો રજૂ કરવામાં આવ્યા હતા. જે સાહેદો દ્વારા મૌખિક જુબાની આપી આરોપી વિરુદ્ધના છેતરપિંડીના કાવતરા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
જેમાં દસ્તાવેજી પુરાવા ૧૬ જેટલા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં નોકરી અંગે આપેલ ખોટો ઓર્ડર, ફરિયાદ, નોકરી માટેનો હુકમ, આઈ કાર્ડ, સર્વેયર તરીકે નિમણૂક કરેલા પત્રો, પગારની પે-સ્લીપ, વગેરે દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં કલોલ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડીશલ મેજિસ્ટ્રેટ પી.એચ.સિંહ આરોપીના ગુનાની ગંભીરતા જાેઈ જેમાં ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા તેમજ ૫૦૦૦ રૂપિયા નો દંડ ફરમાન નો હુકમ કરવામાં આવ્યો.
જેમાં આરોપી (૪) અરુણકુમાર કચરા લાલ શર્મા. રહે, સેક્ટર ૧૯, જુના તાલીમ ભવન પાછળ,ગાંધીનગર મૂળ ગામ ઃ બિલોદરા, તા ઃ માણસા, જી ઃ ગાંધીનગર ને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવ્યો હતો. છેતરપિંડીના ગુનાઓએ જ્યારે સમગ્ર દેશમાં માઝા મૂકી છે. ત્યારે આવા ગુનેગારોના મનોબળ તોડી નાખવા માટેનો બંધબેસતો દાખલો કલોલ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.એચ.સિંહ પૂરો પાડી દીધો છે. છેતરપિંડીના ગુના આચરતા આરોપીઓ જેઓ બેફામ બનીને છેતરપિંડી આચરતા હોય છે. તેનાથી જનતાને ન્યાય ચોક્કસ જ મળે છે. તેવી ખાતરી કલોલ કોટૅ ના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.એચ.સિંહે આપી હતી.


















Recent Comments