fbpx
ગુજરાત

કલોલ જીઆઈડીસીમાં ૭.૨૦ લાખની મત્તાની ચોરીની ફરિયાદ

અમદાવાદના શાહીબાગ ખાતે રહેતાં અમિતભાઈ ખાકાસા નરોડા જીઆઈડીસીમાં બેકરી ઉત્પાદનની ફેક્ટરી ચલાવે છે. વર્ષ ૨૦૧૦માં તેમના કાકા વિષ્ણુભાઈએ કલોલ છત્રાલ જીઆઇડીસી પ્લોટ નંબર ૫૦૭,૫૦૮માં મિનરલ વોટરની નિમ્બસ બેવરીઝીસ નામની કંપની ખોલી હતી. જેનું સંચાલન અમિતભાઈ કરી રહ્યા છે. જાેકે, વર્ષ ૨૦૧૫માં ઉક્ત કંપની બંધ કરી દેવામાં આવી હતી. આથી અહીં ચોકીદાર તરીકે હીરાભાઈ રબારી ફરજ બજાવે છે. જે કંપની અંદર બનાવેલી ઓરડીમાં જ રહે છે. ગત તા. ૫ મી મેનાં રોજ હીરાભાઈએ ફોન કરીને અમિતભાઈને જાણ કરેલી કે વતન જવાનું હોવાથી કંપની રખેવાળી માટે એક પરિચિતને મૂકીને જાઉં છું. બાદમાં ૧૦મી મેના રોજ ફરીવાર ચોકીદાર હીરાભાઈએ ફોન કરી ચોરી થયાની જાણ કરી હતી. જેનાં પગલે અમિતભાઈ કંપની ઉપર પહોંચ્યા હતા. જ્યાં માલુમ પડયું હતું કે, તસ્કરો કંપનીની પાછળના ભાગે આવેલ રૂમ પર સીડી મૂકીને બારીનો કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતા.

અને કંપનીની લેબમાંથી પાણી અને પ્લાસ્ટિક ટેસ્ટિંગ મશીન, ગેજ ટેસ્ટિંગ મશીન, ડેટ કોટિંગ મશીન, બોટલ ડાઈ, મોટર, આરો પાઈપ સહિત પરચુરણ સામના અને ઈલેક્ટ્રીકની વસ્તુઓ મળી ૩.૯૦ લાખની મત્તા ચોરી ગયા હતા. બાદમાં ચોકીદારની ઓરડીની તપાસ કરતા તિજાેરીનું તાળું તોડીને ચાર તોલાનો સોનાનો સેટ, ૨ તોલાનો દોરો, ચાંદીના કડલાં, પાયલ મળીને ૩.૩૦ લાખના દાગીના પણ તસ્કરો ચોરી લઈ ગયાનું વધુમાં માલુમ પડયું હતું. આ અંગે અમિતભાઈની ફરીયાદના આધારે સાંતેજ પોલીસે કુલ ૭.૨૦ લાખની મત્તા ચોરીનો ગુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.કલોલ છત્રાલ જીઆઈડીસીમાં આવેલી મિનરલ વોટરની નિમ્બસ બેવરીઝીસ કંપનીની પાછળની રૂમમાં સીડી મૂકીને અંદર પ્રવેશી તસ્કરો કંપનીમાંથી પાણી, પ્લાસ્ટિક સહિતની ટેસ્ટીંગ મશીનરી તેમજ ચોકીદારની ઓરડીમાંથી દાગીના મળીને ૭.૨૦ લાખની મત્તા ચોરી સિફત પૂર્વક ફરાર થઈ ગયાની ફરિયાદ સાંતેજ પોલીસ મથકના ચોપડે દાખલ થઈ છે.

Follow Me:

Related Posts