ગુજરાત

કલોલ તાલુકાના રાચરડા ગામમાં સબ કેનાલમાં રિક્ષા પલટી જતાં એકનું મોત

કલોલ તાલુકાના રાચરડા ગામેથી પસાર થતી નર્મદા કેનાલની ધોળકા સબ કેનાલમાં રીક્ષા ખાબકી હતી જેમાં સવાર એક યુવકનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે. આ બાબતે મળતી વિગતો અનુસાર રાજેશભાઈ અજીતભાઈ દંતાણીયા તુષાર ઉર્ફે રોનકને રિક્ષામાં બેસાડી કલોલ તાલુકાના રાચરડા ગામેથી પસાર થતી ધોળકા સબ કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રીક્ષા ઉપર તેઓએ કાબુ ગુમાવતા રીક્ષા પાડી પર ચડી અને કેનાલમાં પલટી ખાઈ ગઈ હતી ત્યારે અવાજના કારણે આસપાસમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા અને રીક્ષા ચાલક રાજેશભાઈને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ત્યારે રીક્ષામાં પાછળ બેઠેલ તુષાર પાણીમાં ડૂબી ગયો હતો જેની લાશ મોડી રાત્રે બહાર કાઢવામાં આવી હતી બનાવ અંગે પોલીસે અરૃણભાઇ ભરતભાઈ ચુનારાની ફરિયાદના આધારે રીક્ષા ચાલક રાજેશભાઈ અજીતભાઈ દંતાણીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Related Posts