કવિ હર્ષદ ચંદારાણા ને મળ્યા પછી. શીર્ષક હેઠળ આજે અમરેલીના મૂર્ધન્ય કવિ શ્રી હર્ષદભાઈ ચંદારાણાને ભાવાંજલિ કાર્યક્રમ
અમરેલીના મૂર્ધન્ય કવિ શ્રી હર્ષદભાઈ ચંદારાણાને ભાવાંજલિ કાર્યક્રમ યોજાશે ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૪, રવિવારના સાંજે ૪:૦૦ કલાકે બાલભવન, અમરેલીમાં વિવિધ સાહિત્યિક સંસ્થાઓ દ્વારા એક ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન કવિશ્રીની ધર્મપત્ની રોહિણીબેન ચંદારાણા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. કાર્યક્રમમાં વિશિષ્ટ ઉપસ્થિતિ મોટાભાઈ સવટ, પંકજભાઈ જોશી અને કવિશ્રીના પુત્રો આકાશભાઈ અને જગતભાઈ ચંદારાણા દ્વારા રહેશે.આ કાર્યક્રમના મુખ્ય વક્તા કવિશ્રી સ્નેહી પરમાર રહેશે અને સમગ્ર સંચાલન કવિ શ્રી રોહિત જીવાણી દ્વારા કરવામાં આવશે. વિશિષ્ટ સાહિત્યિક મિત્રો અને વિવિધ સંસ્થાઓના સભ્યો આ ભાવાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કવિશ્રીને શ્રદ્ધાંજલિ આપશે. વધુમાં વધુ સાહિત્ય પ્રેમીઓ આ કાર્યક્રમમાં હાજરી આપે તે માટે ઇતેશભાઈ મહેતા, વિપુલભાઈ ભટ્ટી, સંજયભાઈ પંડ્યા, હરજીવનભાઈ દાફડા, મહેન્દ્રભાઈ જોશી, ઉમેશભાઈ જોશી, પરેશભાઈ મહેતા, શશીભાઈ રાજ્યગુરુ, ભરતભાઈ ઉપાધ્યાય, ચંદ્રહાસ બસિયા, જવાહરભાઈ મેહતા અને હેમેન્દ્રભાઈ મહેતાએ હાજરી આપવા માટે વિનંતી કરી છે. કવિ શ્રી હર્ષદભાઈ ચંદારાણાના યોગદાનને યાદ કરવા માટે આ મહત્વપૂર્ણ પ્રસંગ ખૂબ જ ભાવપૂર્ણ બની રહે તેવી આયોજક જહેમત ઉઠાવી રહિયા છે
Recent Comments