ગુજરાત

કસ્ટમમાં નાણાં ફસાયાના બહાને મહિલા સાથે ૬.૪૭ લાખની ઠગાઇ થઇ

શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી અને મહેંદી આર્ટિસ્ટ તરીકે કામ કરતી મહિલા સાથે સોશીયલ મિડીયા પર દોસ્તી કરી માતા હોસ્પિટલમાં દાખલ છે અને વડોદરામાં ઘર અને ગાડી ખરીદવા રૂા.૮૫ લાખ મોકલેલા છે પણ એરપોર્ટ પર કસ્ટમવાળાએ કસ્ટમ કલીયરન્સ ફી માટે પૈસા અને ગિફટ રોકી રાખેલા છે એમ કહી એલેકસ નામના શખ્સે રૂા.૬.૪૭ લાખ વિવિધ ખાતામાં ભરાવી દીધા હતા, પણ વધુ રૂા.૧૨ લાખણી માંગણીથી પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું જાણી મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સુભાનપુરા વિસ્તારમાં રહેતી મહિલાનો સોશીયલ મિડિયા પર અજાણ્યા એલેક્ષ નામના શખ્સ જાેડે સંપર્ક થયો હતો. મિત્રતા બાદ એલેક્ષ નામના શખ્સે જણાવ્યું હતું કે, હું શિપમા કામ કરું છુ અને યુકેમાં પુત્ર અને માતા મારી સાથે રહે છે અને તેની પત્નીનું અકસ્માતમાં અવસાન થયેલું છે.

તેણે વડોદરામાં ગાડી અને ઘર ખરીદવુ છે જેના માટે ૮૫ લાખ દિલ્હી એરપોર્ટ પર મોકલેલા છે તેમ જણાવી એલેક્ષે મહિલાને મેસેજ કર્યો હતો કે એક બેગ મોકલેલી છે જેમા ગિફ્ટ અને ૮૦ લાખ છે. તેણે કસ્ટમ ક્લિયરન્સ ફી પેટે રૂા. ૮૫,૦૦૦/- મોકલવાનું કહેતા મહિલાએ કોટક બેંકથી રૂપિયા મોકલ્યા હતા. ત્યારબાદ રૂા.૧,૮૦,૦૦૦/- માંગણી કરતા તે રકમ ભરી હતી. ગઠીયાએ વધારે પૈસાની માંગણી કરી એલેકસ ફોન પર રડવા લાગતા કેનેરા બેંકની ડીટેલ્સ મોકલી હતી જે ખાતામાં બેંકથી ભીમસીંગના એકાઉન્ટમા રૂા.બે લાખ કેશ ભર્યા હતા. કુલ રૂા.૬,૪૭,૦૦૦ ભર્યા બાદ વધુ ૧૨ લાખની માંગણી એલેકસે કરતાં મહિલાને ઠગાઈ થઇ હોવાનું લાગતાં તેણીએ વધુ રૂપિયા ભર્યા ન હતા અને સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Related Posts