fbpx
ગુજરાત

કસ્ટમ અધિકારીના ઘરમાંથી પોણા પંદર લાખની માતબર બેનામી રોકડ મળી આવતા ચકચાર

મુંદરા પોર્ટ ખાતે ગઈકાલે લાંચના છટકામાં કસ્ટમના બે સુપ્રિન્ટેન્ડેન્ટ અને એક વચેટિયો ઝડપાયા બાદ આજે એસીબીએ વધુ કાર્યવાહી કરી આરોપીઓના ઘરની જડતી લેતા કસ્ટમ અધિકારીના ઘરમાંથી પોણા પંદર લાખની માતબર બેનામી રોકડ મળી આવતા ચકચાર પ્રસરી છે. બીજી તરફ ત્રણે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા બીજી માર્ચ સુધી રિમાન્ડ મળ્યા છે. એ.સી.બી.ની કાર્યવાહી અંતર્ગત આ કામે આરોપીઓના ઘરની સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમ્યાન આરોપી મુંદરાનો શૈલેષ ગંગદેવ (હાલ-રહે. રામદેવનગર અરિહંત એપાર્ટમેન્ટ, પહેલો માળ-૧૦૩, બારોઈ રોડ)ના નિવાસ સ્થાનેથી રૂા. ૧૪,૭૮,૮૦૦ની માતબર બિનહિસાબી રકમ મળી આવી હતી

જે એ.સી.બી.એ કબજે કરી છે. આ મામલે કોઈ સંતોષકારક ખુલાસો આપી શક્યા નહોતા. જેથી આગળની તપાસ કાર્યવાહી ચાલુમાં છે. નોંધનીય છે કે, ફરિયાદીએ કચ્છ (પશ્ચિમ) એ.સી.બી. પો.સ્ટે.ભુજનો સંપર્ક કરતા આરોપી મુંદરા કસ્ટમના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ કસ્ટમ વર્ગ-૨ શૈલેષ મનસુખ ગંગદેવ, સુપ્રિન્ટેન્ડેન્ટ (પ્રીવેન્ટિવ ઓફિસર) વર્ગ-ર આલોકકુમાર શ્રીલક્ષ્?મીકાંત દુબે, મુંદરાનો વચેટિયો રમેશભાઈ ગોપાલભાઈ ગઢવી રૂા. એક લાખની લાંચ લેતા રંગેહાથે પકડાઈ ગયા હતા. આ ત્રણે આરોપીને ભુજની અદાલતમાં એલસીબીએ રજૂ કરતા બીજી માર્ચ બપોર સુધી ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સરકાર તરફથી વકીલ એચ.બી.જાડેજા હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે

કે, મુંદરા તેમજ કંડલા પોર્ટના કસ્ટમ તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોવાની વારંવાર ફરિયાદો થઈ છે પરંતુ ગઈકાલના કેસમાં નક્કર કાર્યવાહી થઈ હતી. આજે આરોપીઓના ઘરની તલાસી લેતા સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ કસ્ટમ શૈલેષ ગંગદેવના ઘરમાંથી પોણા પંદર લાખ જેવી માતબર બેનામી રકમ મળતા આ કસ્ટમ તંત્રમાં ભ્રષ્ટાચારનો વ્યાપક પ્રમાણમાં ફેલાયાનું ફલિત થાય છે. આવનારા સમયમાં આવી ધાક બેસાડતી કામગીરી થાય તેવું સંબંધિતો ઈચ્છી રહ્યા છે.

Follow Me:

Related Posts