fbpx
ભાવનગર

કાંઠા વિસ્તાર ના ૧૨ ગામડાઓને આરોગ્ય સુવિધા થી સાંકળી લેવામાં આવ્યા..

ભાવનગર શિશુવિહાર સંસ્થા ની આરોગ્ય સેવા અંતર્ગત વર્ષ ૨૦૨૩ માં કાંઠા વિસ્તાર ના અત્યંત પછાત ગામડાઓ ના ૩૦૫૨ નાગરિકોને આરોગ્ય સેવા થી લાભાન્વિત કરવામાં આવ્યા

નિરમા ઉદ્યોગ ના સી.એસ.આર અંતર્ગત શાળા પ્રાંગણ માં યોજાતા આરોગ્ય શિબિર દ્વારા ૪૮૦ બાળકો ના લોહી માં હિમોગ્લોબીન તપાસ ઉપરાંત ડૉ.અરવિંદભાઈ ત્રિવેદી અને ટેકનીશ્યનોના સહકાર થી ૧૩૨૮ દર્દીઓની સામાન્ય આરોગ્ય તપાસ અને જરૂરિયાત અનુસાર દવા – સારવાર સ્થળ તપાસ બાદ પહોચાડવામાં આવેલ છે..
નિરમા ઉદ્યોગ ના વાઇસ પ્રેસિંડટ શ્રી એચ.આર જાખડે માં માર્ગદર્શન હેઠળ યોજાતા શિબિર માં સહકાર આપનાર તમામ શાળાઓ માં શિશુવિહાર સંસ્થા દ્વારા ૧૦૦ પુસ્તકોનું પુસ્તકાલય પણ અર્પણ કરવામાં આવે છે.. બાળવય થી વિદ્યાર્થી ઓની આંખ ના સ્વાસ્થય માટે જાગ્રત સંસ્થાઓ દ્વારા ખાસ ઓફથલમિટ ટેકનીશ્યન દ્વારા થતી આંખ તપાસ નો ૧૨૪૫ બાળકો એ લાભ લઇ જરૂરિયાત મુજબ ચશ્મા મેળવ્યા છે..ગ્રામ આરોગ્ય ક્ષેત્રે નિરમા ના સહકાર થી વર્ષ ૨૦૨૩ – ૨૪ માં અત્યંત કુપોષિત તેવા ૯ આંગણવાડી બાળકોને ૨૦૦ દિવસ હૈદ્રાબાદ મિકચરના ૫૧૦૦૦ થી વધુ ખોરાક અપાઈ રહ્યા છે..જે નોંધનીય બને છે..શિશુવિહાર સંસ્થા થી શ્રી રાજુભાઈ મકવાણા ના સંયોજન થી યોજાયેલ આરોગ્ય સારવાર સતત ૧૦ માં વર્ષે શરૂ થઈ રહ્યું છે જે નોંધનીય બને છે…

Follow Me:

Related Posts