fbpx
બોલિવૂડ

કાંતારાના હીરોએ બોલીવુડની ઓફરને ઠુકરાવી કહ્યું હું કન્નડમાં જ કરીશ કામ

કન્નડ ફિલ્મ પરથી હિન્દીમાં ડબ થયેલી કાંતારા ફિલ્મો હાલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. એટલું જ નહીં આ ફિલ્મની સફળતાને કારણે આ ફિલ્મનો હીરો પણ રાતોરાત ફેમસ થઈ ગયો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ ફિલ્મનો એક્ટર, ડિરેક્ટર અને રાઈટર બધુ જ આ ફિલ્મનો હીરો છે જેનું નામ છે ઋષભ શેટ્ટી. આ મલ્ટીટેલેન્ટેડ પર્સનાલિટીએ હાલ બોલીવુડનું ધ્યાન ખેચ્યું છે. એના કારણે કાંતારા ફેઈમ રિષભ શેઠ્ઠીને બોલીવુડમાંથી પણ ઘણાં પ્રોડ્યુસર ડિરેક્ટર્સ ફિલ્મ ઓફર કરવા લાગ્યાં છે. જાેકે, તમને જાણીને નવાઈ લાગશે પણ રિષભ શેઠ્ઠીએને હાલ બોલીવુડમાં કામ કરવાની કોઈ ઈચ્છા નથી. રિષભ શેઠ્ઠીએ પોતાને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુંકે, મને બોલીવુડમાંથી ઘણાં લોકોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. મને ઘણી ફિલ્મો સાઈન કરવા માટે ઓફર્સ પણ આપવામાં આવી. જાેકે, હું હાલ માત્રને માત્ર કન્નડ સિનેમા માટે જ કામ કરવા માંગું છું.

મને બોલીવુડમાં કામ કરવાની અત્યારે કોઈ ઈચ્છા નથી. હું મારી કન્નડ સિનેમા સાથે ખુશ છું. તેથી હું માત્ર કન્નડ ફિલ્મો જ કરવા માંગું છું. કન્નડ સિનેમાની ફિલ્મ કાંતારા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દેશભરમાં તે ધમાકો કરી રહી છે. આ ફિલ્મ માત્ર ૧૫ કરોડના બજેટમાં બની હતી પરંતુ ફિલ્મે જાેરદાર કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા. રિષભ શેટ્ટી ‘કાંતારા’માં જાેવા મળ્યો હતો. જેની એક્ટિંગના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. રિષભ શેઠ્ઠીને જ્યારે બોલિવૂડ ફિલ્મોમાં તેની એન્ટ્રી વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતાએ કહ્યું, “મને બોલિવૂડના ફિલ્મ નિર્માતાઓ તરફથી ઓફર મળી છે. પરંતુ અત્યારે હું માત્ર કન્નડમાં જ ફિલ્મો કરવા માંગુ છું. હું મિસ્ટર બચ્ચનને પ્રેમ કરું છું. હું ખરેખર તેમને પસંદ કરું છું અને યુવા પેઢીના કલાકારો જેમ કે શાહિદ કપૂર કે સલમાન ભાઈ સહિતના અભિનેતાઓને પસંદ કરૂં છું. કાંતારાની સિક્વલ વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું, મેં હજી સુધી આ વિશે વિચાર્યું નથી.

ચાલો જાેઈએ કે તેનો દિવસ ક્યારે આવે છે. જ્યારે તે બનશે ત્યારે અમે તેની જાહેરાત કરીશું. જાે ‘કાંતારા’ ફિલ્મ વિશે વાત કરીએ તો આ ફિલ્મ કન્નડ ભાષામાં ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. શરૂઆતના દિવસોમાં ફિલ્મને પણ જાેરદાર રિસ્પોન્સ મળ્યો હતો. ત્યારપછી આ ફિલ્મ હિન્દી સહિત અન્ય ઘણી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં ૩૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે અને ‘કાંતારા’ આવું કરનાર બીજી કન્નડ ફિલ્મ છે. પ્રથમ નંબર ‘દ્ભય્હ્લ ચેપ્ટર ૨’ છે. રિષભ શેટ્ટી આ પહેલા સાઉથ સિનેમાના સુપરસ્ટાર મહેશ બાબુ પણ બોલિવૂડની ફિલ્મોને રિજેક્ટ કરી ચૂક્યા છે.

પોતાની એક ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે બોલિવૂડ માટે એક નિવેદન આપ્યું હતું. જેના પર ભારે હોબાળો થયો હતો. અભિનેતાએ કહ્યું હતું કે મને લાગે છે કે તે મને અફોર્ટ કરી શકે તેમ નથી. આ કારણે હું મારો સમય વેડફવા માંગતો નથી. મને તેલુગુ સિનેમાથી સ્ટારડમ અને પ્રેમ મળ્યો. જાે કે આ નિવેદન બાદ મહેશ બાબુએ સ્પષ્ટતા કરવી પડી હતી.

Follow Me:

Related Posts