કાગદડી મહંત આપઘાત કેસ. વકીલની ધરપકડ સામે હાઇકોર્ટનો ૧૬ જુલાઈ સુધી સ્ટે
રાજકોટના મોરબી રોડ પર આવેલા કાગદડી ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસબાપુએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરંતુ આપઘાતને કુદરતી મોતમાં ખપાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ડોક્ટર નિલેશ નિમાવત બાદ વકીલ રક્ષિત કલોલાને પણ હાઇકોર્ટે ૧૬ જુલાઈ સુધી ધરપકડ સામે સ્ટે આપ્યો છે. આથી પોલીસ ૧૬ જુલાઈ સુધી વકીલની ધરપકડ કરી શકશે નહીં. ૮ જુલાઈએ વકીલ સામેથી પોલીસને નિવેદન આપવા હાજર થશે.
રક્ષિત કલોલાના વકીલે તેની સંડોવણી ન હોવાની કોર્ટમાં દલિલ કરી હતી. તેમજ દલિલમાં આ કેસમાં મારા અસીલનો કોઇ રોલ નથી, ઓરિજીનલ સ્યુસાઇડ નોટમાં મારા અસીલનું ક્યાંય પણ નામ નથી. પુરાવાનો નાશ ખાનગીમાં કર્યો નથી. જે પણ ઘટના બની તે ૫૦૦ લોકોની હાજરીમાં બની છે. આથી રક્ષિત કલોલાએ કંઇ પણ છૂપાવ્યું નથી. પોલીસને સ્યુસાઈડ નોટ આશ્રમ પાસેથી મળી છે. આ તમામ દલિલને ગ્રાહ્ય રાખી હાઈકોર્ટે રક્ષિત કલોલાને ૧૬ જુલાઈ સુધીનો સ્ટે આપ્યો છે. તેમજ ૮ જુલાઈએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવા હાજર થશે. રક્ષિત કલોલાને પણ પોલીસ ૧૬ જુલાઈ સુધી ધરપકડ કરી શકશે નહીં.
Recent Comments