બોલિવૂડ

કાજાેલના બર્થ-ડે પર ફેન્સ કેક લઈને આવ્યા, એક્ટ્રેસના વર્તનથી લોકો નારાજ થયા

બોલિવુડ એક્ટ્રેસ કાજાેલે ૫ ઓગસ્ટે પોતાનો ૪૭મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. કાજાેલના બર્થ ડે પર કેટલાક ફેન્સ કેક લઈને તેના ઘરની બહાર પહોંચ્યા હતા. ત્યારે મીડિયાની સામે કાજાેલે કેક કટિંગ કર્યું હતું પણ આ દરમિયાન કેમેરામાં કંઈક એવું કેદ થઈ ગયું જે જાેઈને લોકો નારાજ થઈ ગયા.

કાજાેલ બોલિવુડની ચુલબુલી એક્ટ્રેસ પૈકીની એક છે અને ફેન્સ તેની ફિલ્મોના દિવાના છે. સોશિયલ મીડિયા પર પણ તેનું ફેન ફોલોઈંગ ખાસ્સું છે. આ એ જ ફેન્સ છે જે કાજાેલની એક્ટિંગ અને ફિલ્મોના દિવાના છે. પરંતુ સો.મીડિયા પર હાલ કેટલાક લોકો એવા પણ છે જે કાજાેલથી દુઃખી છે. આ ફેન્સ કાજાેલ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને જેનું કારણ છે એક્ટ્રેસનો એટિટ્યૂડ.

હકીકતે બીજા એક્ટર્સની જેમ બર્થ ડે પર કાજાેલની ઝલક મેળવવા માટે ફેન્સ તેના ઘરની બહાર ઊભા રહ્યા હતા. જાણીતા ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ એક વિડીયો શેર કર્યો છે, જેમાં કાજાેલ ફેન્સે લાવેલી કેક તો કાપે છે પરંતુ તેનું વર્તન જાેઈને લોકો નારાજ થઈ જાય છે. આ વિડીયો પર જ લોકો કોમેન્ટ કરીને કાજાેલને ઘમંડી કહી રહ્યા છે. વિડીયોમાં જાેઈ શકો છો કે, કાજાેલ કેક કાપવા માટે પોતાના ઘરની બહાર આવે છે. કેટલાક ફેન્સ કાજાેલની આગળ કેક ધરે છે અને તે હાથ લંબાવીને દૂરથી જ કાપે છે. કાજાેલ થોડીક સેકંડ ત્યાં રોકાય છે અને પછી અંદર જતી રહી છે. એટલું જ નહીં ફેન્સ સાથે અંતર જાળવીને તે ફોટો ખેંચાવે છે. આ જાેઈને સોશિયલ મીડિયાનો એક વર્ગ નારાજ થયો છે.

જન્મદિવસ પર કાજાેલને શુભેચ્છા આપવા આવેલા લોકો સાથેનું તેનું આ વર્તન સો.મીડિયા યૂઝર્સને પસંદ નથી આવ્યું. એક યૂઝરે લખ્યું, “જે લોકોને કંઈ પડી જ ના હોય તેમના માટે રૂપિયા અને સમય વેડફવાની શું જરૂર છે?” બીજા એક યૂઝરે લખ્યું, “તે જરાપણ ખુશ નહોતી લાગતી. બિચારા લોકો તેની પાછળ ટાઈમ બગાડી રહ્યા છે.” અન્ય યૂઝરે લખ્યું, “ઘમંડી મહિલા…આ લોકો આ બધાને લાયક નથી. આના કરતાં સારું કે કોઈ ગરીબ કે અનાથ બાળકનો જન્મદિવસ ઉજવ્યો હોત.”

Related Posts