fbpx
રાષ્ટ્રીય

કાટમાળ નીચે દટાયેલી મહિલાએ આપ્યો બાળકને જન્મ, વીડિયો વાયુવેગે થયો વાયરલ

સોમવારે વહેલી સવારે તુર્કી અને સીરિયામાં ૭.૮ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ અને આફ્ટરશોક્સના કારણે બંને દેશોમાં અત્યાર સુધીમાં ૫૦૦૦થી વધુ લોકોના મોત થયા છે અને ૨૦ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે બંને દેશોમાં હજારો ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી, જેના કાટમાળમાં હવે જીવતા લોકોની શોધ કરવામાં આવી રહી છે. અહીં સર્વત્ર મોતનો માતમ છવાય ગયો છે, જાેકે આ કાટમાળમાંથી નાના બાળકોની બૂમો પણ સંભળાતી હતી. અહીં રાહત અને બચાવ ટીમને એક ઈમારતના કાટમાળ નીચે ચમત્કારિક રીતે જીવંત નવજાત મળી આવ્યું છે.

આ બાળકને કાટમાળમાંથી બહાર કાઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. આ નાનકડા વિડિયોમાં, આપણે એક બચાવકર્તાને જાેઈ શકીએ છીએ, જે એક નવજાત બાળકને બચાવવા કાટમાળમાંથી બહાર કાઢે છે. આ વીડિયો સીરિયન અને કુર્દિશ બાબતોના પત્રકાર હોશાંગ હસને શેર કર્યો છે. હસને પોતાના ટિ્‌વટમાં લખ્યું કે, ‘આજે આવેલા ભૂકંપ બાદ એક મહિલાને કાટમાળમાંથી બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, જ્યારે આ બાળકનો જન્મ થયો હતો.’ હસને શેર કરેલા આ વીડિયો પર લોકોનો ઘણો રિસ્પોન્સ મળી રહ્યો છે.

આ સમાચાર લખાય છે, ત્યાં સુધી ૫ સેકન્ડના આ વીડિયોને ૩૯ હજારથી વધુ વખત જાેવામાં આવ્યો છે. તે જ સમયે, તેની ટ્‌વીટને એક હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે, જ્યારે તેને ૪૦૦ થી વધુ વખત રીટ્‌વીટ કરવામાં આવી છે. હસનના ટ્‌વીટ પર એક ટિ્‌વટર યુઝરે લખ્યું કે, ‘તુર્કીમાં કાટમાળમાંથી મળેલા નવજાત બાળકની આ તસવીર/વિડિયો મારા મગજમાં ચોંટી ગયો છે! આ ધરતીકંપને કારણે મારું હૃદય દુઃખી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ બાળકને સીરિયાના આફ્રિનમાં બચાવી લેવામાં આવ્યો હતો. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, બાળકને જન્મ આપ્યા પછી, તેની માતા કાટમાળમાં જ મૃત્યુ પામી હતી. ઉલ્લેખનીય છે કે, સોમવાર ૬ ફેબ્રુઆરીની સવારે તુર્કીમાં ખૂબ જ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે તુર્કી અને સીરિયામાં ભારે નુકસાન થયું હતું. સત્તાવાર રેકોર્ડ મુજબ, સોમવારથી અત્યાર સુધીમાં ૩૦૦ થી વધુ આફ્ટરશોક્સ આવ્યા છે, જેમાં હજારો લોકોનો જીવ નાશ પામ્યો છે. આ દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઉૐર્ં) ના અધિકારીઓ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૨૦,૦૦૦ સુધી પહોંચવાનો અંદાજ લગાવી રહ્યા છે.

Follow Me:

Related Posts