ગુજરાત

કાઠી ક્ષત્રિય સમાજ કાલથી ભગવાન સૂર્યનારાયણ નાં કરશે સાડા ત્રણ દિવસનો નકોડા ઉપવાસ કોરોના ના કારણે સમાજના લોકો ઘર પર રહી ને કરશે ઉપવાસ


,…………………………………………………………..
છેલ્લા ઘણા વર્ષોથી કાઠી ક્ષત્રિય સમાજ ના લોકો ભગવાન સૂર્યનારાયણ નાં સાડા ત્રણ દિવસ નાં ઉપવાસ કરે છે એ પરંપરા હજુ પણ સમાજ ના લોકો એ જાળવી રાખી છે અને નાકોડા સાડા ત્રણ દિવસ નાં ઉપવાસ કરે છે .
હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય ત્યારે નવા સુરજદેવળ અને જુના સુરજદેવળ ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો આ વખતે પોતાના ઘરે જ સાડા ત્રણ દિવસના નકોડા ઉપવાસ કરશે . તારીખ ૧૨ના રોજ તમામ શત્રિય સમાજના લોકો ઉપવાસ રાખશે અને
15 તારીખ ને ગણેશ ચતુર્થી ના દિવસે પારણા કરશે .
હાલ કોરોનાની મહામારી અને મંદિર ખાતે ભીડ ન થાય એ માટે તમામ શત્રિય સમાજના લોકો પોતાના ઘરે ભગવાન શ્રી સુર્યનારાયણ ના ઉપવાસ પોતાના ઘર જ કરશે .
સાડાત્રણ દિવસનાં ઉપવાસ રાખી ભગવાન શ્રી સુર્યનારાયણ આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવશે

Related Posts