કાણકિયા કોલેજમાં ‘મિશન ઓફ વિઝન’ પુસ્તકના લેખક પિયુષ સગરનું વ્યાખ્યાન યોજાયું

ડો.પ્રો.પુષ્પાબેન રાણીપાએ પ્રાસંગિક ઉદબોધન માં પિયુષ સગર નો પરિચય આપેલ. ત્યારબાદ વક્તાએ પોતાના પુસ્તક મિશન ઓફ વિઝન માં આવનારા 2050 ના વર્ષ સુધીમાં દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે કેટલી બદલાયેલ હશે તેની પર પરી કલ્પના સાદ્રશ્ય થાય તેવી રજૂઆત કરી વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્ય ની તકો અને પડકારો વિશે માહિતગાર કરેલ. વિશ્વની સાત શ્રેષ્ઠ મહાન વિભૂતિઓ કે જેમના વ્યક્તિત્વથી તે પ્રભાવિત છે, તેમનો પણ ટૂંકો પરિચય તેમણે આપેલ. વ્યાખ્યાનથી વિદ્યાર્થીઓ એ જ્ઞાન વિજ્ઞાન ની સમજ મેળવેલ તથા પ્રેરણા થકી ઘણું જ જાણવા મળેલ.કાર્યક્રમના અંતે ડો.પ્રો. પુષ્પાબેને આભાર વિધિ કરતાં ભવિષ્યમાં કારકિર્દીના પડકારોનો સામનો કરવા વિદ્યાર્થીઓને હાકલ કરેલ. સમગ્ર વ્યાખ્યાનના આયોજન અને સફળતા માટે પ્રિ.ડો.એસ.સી.રવિયા, ડો.પ્રો.પુષ્પાબેન રાણીપા, પ્રો.પાર્થ ગેડીયા તથા સમસ્ત સ્ટાફ ગણે જહેમત ઉઠાવેલ.
Recent Comments