અમરેલી

કાણકિયા કોલેજ ખાતે એન.એસ.એસ અને એન.સી.સી. દ્વારા “મેરી મીટ્ટી મેરા દેશ” અંતર્ગત ચતુર્વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે આજરોજ તા.૧૨-૦૮-૨૦૨૩ ને શનિવારના રોજ એન.એસ.એસ. અને એન. સી. સી. દ્વારા “મેરી મીટ્ટી મેરા દેશ” અંતર્ગત કલે મોડેલીંગ સ્પર્ધા, વસુધા વંદન, પંચ પ્રણ પ્રતિજ્ઞા તથા જન જાગૃતિ રેલી વગેરે ચતુર્વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.

કાર્યક્રમના પ્રારંભમાં સર્વધર્મ સમૂહ પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ પ્રિન્સિપાલ ડૉ. એસ.સી.રવિયા સાહેબે પ્રાસંગિક ઉદબોધન દ્વારા વિદ્યાર્થીઓને “મેરી મીટ્ટી મેરા દેશ” કાર્યક્રમની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું.ત્યાર બાદ એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા બધા વિદ્યાર્થીઓને માટી આપવામાં આવી હતી.ત્યારબાદ એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.એમ.જે.પટોળિયા સાહેબે “વસુધા વંદન” તેમજ “પાંચ પ્રણ પ્રતિજ્ઞા” લેવડાવી હતી.“કલે મોડેલીંગ સ્પર્ધા”નું આયોજન ડૉ.પુષ્પાબેન તથા વાઈસ પ્રીન્સીપાલ પ્રો. રિન્કુબેન ચૌધરી દ્વારા કરવામાં આવેલ હતું.જેમાં કુલ ૧૨ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો તેમાં  વિજેતા થયેલ વિદ્યાર્થીઓએ આ પ્રમાણે નંબર મેળવ્યા હતા ૧.ગોસ્વામી દર્શનગીરી વીરગીરી ૨.ગોસ્વામી લીઝા તીરથગીરી ૩.ચૌહાણ દિશાંત વિઠલભાઈ તથા શેલાર કેયુરી ભાવેશભાઈ ૪.પડ્યા ટીશા જગદીશભાઈ તથા કનાલા જહાનવી ભુપેન્દ્રભાઈ. 

ડૉ. હરેશભાઈ દેસરાણીએ  કાર્યક્રમનું સુચારુ સંચાલન કર્યું હતું. કાર્યક્રમના સમાપનમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી, જેમાં કોલેજના તમામ વિધાર્થીઓ તથા કોલેજ સ્ટાફ પરિવાર જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના તમામ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી એમ પાર્થ ગેડીયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું 

Follow Me:

Related Posts