કાણકિયા કોલેજ માં ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધા કાર્યક્રમ યોજાયો.
લલ્લુભાઈ શેઠ સ્થાપિત નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકીયા આર્ટસ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજદ્વારા ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ‘મેરી મિટ્ટી- મેરા દેશ’ અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધા, દેશભક્તિ ગીતપર નૃત્ય તથા દેશભક્તિ સ્પીચ ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
દેશભક્તિ અને રાષ્ટ્રહિત ના આ કાર્યક્રમ ની શરૂઆત સમૂહ પ્રાર્થના થી કરવામાં આવેલ.ત્યારબાદ પ્રિ.ડો.એસ.સી.રવિયા એ રાષ્ટ્ર પ્રેમ, આઝાદીમાં શહીદોના બલિદાન તથા સૈનિકોની શૌર્ય ગાથા અંગેઅનેક પ્રસંગો ની રજૂઆત કરી વિદ્યાર્થીઓને દેશપ્રેમ થી રસ તરબોળ કરેલ.કાર્યક્રમના મુખ્ય મહેમાન સુરેશભાઈ પાનસુરીયા (ઉપાધ્યક્ષ,અમરેલી જિલ્લા ભાજપ તથા અગ્રણી ઉદ્યોગપતિ) હતા.દેશભક્તિ ગીત સ્પર્ધા માં કુલ ૭ સ્પર્ધકોએ ભાગ લીધેલ, દેશભક્તિ ગીત પર નૃત્ય માં કુલ ૪ ગ્રુપએ ભાગ લીધેલ તેમજ પાંચ વિદ્યાર્થીઓએ દેશભક્તિ પર પોતાના વક્તવ્ય આપેલ. સમગ્ર કાર્યક્રમ નો માહોલ દેશ પ્રેમ અને ઉલ્લાસથી ભરેલો રહેલ અને આ કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી થઈ હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દ્વારા રાષ્ટ્રગાન કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો.એસ.સી.રવિયા એ કરેલ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ ગણે વિશેષ ઉઠાવેલ.
Recent Comments