કાણકીયા કોલેજ – સાવરકુંડલા માં બહેનો માટે માસિક સ્વચ્છતા જાગૃતિ અંગે શિબિર યોજાઈ
તા. ૨૧/૭/૨૩, શુક્રવાર ના રોજ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા પન્ના નાયક ફ્રી પેડ પ્રોજેક્ટ અંતર્ગત પન્ના નાયક તથા નટવર ગાંધી ના સૌજન્યથી વી.ડી.કાણકિયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ તથા વી.ડી.ઘેલાણી મહિલા કોલેજના બહેનો માટે સંયુક્ત ઉપક્રમે માસિક સ્વચ્છતા જાગૃતિ શિબિર નું આયોજન થયેલ.
સમગ્ર તાલુકા કક્ષાની ગ્રામીણ બહેનો શારીરિક સ્વસ્થતા, માસિક સ્વચ્છતા અંગે વધુ જાગૃત બને તે માટે આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર તાલુકામાં આ સંસ્થા છેલ્લા ઘણા સમયથી કામ કરી રહી છે, ત્યારે નૂતન કેળવણી મંડળ સંચાલિત બંને કોલેજોની બહેનો માટે આ સ્વચ્છતા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ.
કાર્યક્રમની શરૂઆતમાં ડો. પ્રિ.એસ.સી. રવિયા દ્વારા મહેમાનોનું શાબ્દિક તથા પુષ્પગુચ્છ થી સ્વાગત કરી પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ.
આ શિબિરમાં નૂતન કેળવણી મંડળ ના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી/કામદાર, જીગીશાબેન ગાંધી (મુંબઈ), ડો .અમીબેન પાધી, અમીબેન પંચાલ, સનાબેન પંચાલ (ઘેલાણી પરિવાર) તથા વિદ્યાગુરુ ફાઉન્ડેશનના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ હિનાબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા. હીનાબેન જોષી એ શિબિરને અનુરૂપ પ્રાસંગિક વાતો કરેલ ત્યારબાદ પ્રોજેક્ટ વિશેષજ્ઞ જીગીશાબેન ગાંધીએ પ્રોજેક્ટર દ્વારા તમામ બહેનોને આ માસિક સ્વચ્છતા જાગૃતિ માટે વૈજ્ઞાનિક રીતે સચોટ માર્ગદર્શન પૂરું પાડેલ તેમજ ડો. અમીબેન પાધી એ પણ બહેનોને શારીરિક સ્વસ્થતા તથા સજ્જતા માટે વિસ્તૃત ચર્ચા કરેલ. શિબિરના અંતે ઉપસ્થિત તમામ બહેનોને સેનેટરી પેડ હેલ્થ કીટ નું વિતરણ કરવામાં આવેલ. કોલેજના વા.પ્રિ. રીંકુબેન ચૌધરી દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ તેમજ સમગ્ર શિબિરને સફળ બનાવવા કોલેજના સ્ટાફ ગણે વિશેષ જહેમત ઉઠાવેલ.
Recent Comments