કાપોદ્રામાં આરબી કોમ્પલેક્ષમાં માનસિક બિમારે તોફાન કરતા પોલીસ બોલાવવી પડી
સુરતના કાપોદ્રામાં આવેલા આરબી કોમ્પ્લેક્ષ કંપાઉન્ડમાં એક માનસિક બિમાર જેવા લાગતા યુવકે ધમાલ મચાવી હતી. ડ્રેનેજની પાઇપ પકડી બીજા માળે ચડી જઈને ભારે હોબાળો માચાવ્યો હતો.દુકાનદારોએ યુવકને નીચે ઉતરવાનું કહેતા યુવકે કહ્યું-‘ પગે પડો તો જ શાંત થાવ અને નીચે ઉતરું’, જેથી જાગૃત લોકોએ પોલીસ અને ફાયરની મદદથી રેસ્ક્યૂ કરી યુવકને નીચે ઉતરવામાં ઉતાર્યો હતો. રવિવારની રાત્રે બનેલી આ ઘટના બાદ કાપોદ્રા પોલીસે યુવકને હોસ્પિટલમાં દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.
અમિતભાઇ છગનભાઈ કાછડીયા (નજરે જાેનાર) એ જણાવ્યું હતું કે, આ જ કોમ્પ્લેક્ષમાં મારી વડાપાઉંની દુકાન છે. કારીગરનો ફોન આવ્યો હતો. તેણે ફોનમાં કહેલું કે, એક યુવક કોમ્પ્લેક્ષની પાછળ પાઇપ પકડી ઉપર ચઢી રહ્યો છે. બાદમાં તેએસીના કોમ્પ્રેસર પર બેસી ગયો છે. તાત્કાલિક દોડીને ગયા અને હાથ-પગ જાેડી એને નીચે ઉતરવા વિનંતી કરી પણ એ માન્યો નહિ. આખરે ૧૦૦ નંબર પર ફોન કરી ઘટનાની જાણ કરી, ઘણા સમય બાદ પણ કોઈ મદદ ન મળતા વળી ૧૦૦ નંબર પર ફોન કર્યો, જાેકે, કોઈએ રિસીવ ન કરતા નજીકમાં આવેલા કાપોદ્રા પોલીસ સ્ટેશન ગયા હતાં. જ્યાંથી ફાયરમાં જાણ કરવાની સલાહ મળતા બાજુમાં આવેલા ફાયર સ્ટેશને ગયા હતાં. હકીકત સાંભળી ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરી યુવાનને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ કાપોદ્રા પોલીસને સોંપી દીધો હતો.
Recent Comments