ગુજરાત

કાપોદ્રામાં એક યુવકનું ગળું કાપતા થયું મોત અને સુરતમાં ફરાર આરોપીની કરાઈ ધરપકડ કરવામાં આવી

સુરતમાં ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કશ્યપ બંધુઓએ કાપોદ્રામાં યુવકનું ગળું કાપ્યું હતું. તેઓએ જયપુરમાં પણ વોચમેનની હત્યા કરી હતી. આરોપીઓ પર રાજસ્થાન પોલીસે દસ હજાર રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. કાપોદ્રા પોલીસે હાફ મર્ડરના કેસમાં બંનેને પકડ્યા છે. સુરતમાં ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કશ્યપ બંધુઓએ કાપોદ્રામાં યુવકનું ગળું કાપ્યું હતું. તેઓએ જયપુરમાં પણ વોચમેનની હત્યા કરી હતી. આરોપીઓ પર રાજસ્થાન પોલીસે દસ હજાર રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. કાપોદ્રા પોલીસે હાફ મર્ડરના કેસમાં બંનેને પકડ્યા છે. આ સાથે પોલીસે જયપુરનો કેસ પણ સોલ્વ કર્યો છે. આરોપી રમેશ રામદયાલ ઉર્ફે ગુલ્ફાન કશ્યપ અને પ્રકાશ રામદયાલ ઉર્ફે ગલ્ફાન કશ્યપની સુરતની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે.

બંનેની ધરપકડ સાથે મર્ડરના ગુનેગારો પકડાઈ ગયા હતા. સુરતમાં વૈવિધ્યસભર સમુદાયો વધવાની સાથે-સાથે શહેરમાં ગુનાખોરી પણ વધી રહી છે. સુરત ગુજરાતનું ફક્ત ડાયમંડ જ હબ બની રહ્યું છે તેવું નથી પણ તેની સાથે-સાથે ક્રાઇમ કેપિટલ પણ બનવા જઈ રહ્યું છે. આ બતાવે છે કે કાયદો અને વ્યવસ્થા વૈવિધ્યસભર સમુદાયો વચ્ચે સામંજસ્ય જાળવવામાં અપૂરતી સાબિત રહી છે. તેમા પણ વિભક્ત કુટુંબો અનેક નવા પ્રશ્નો સર્જી રહ્યા છે. આજે સુરતમાં ગુનાનું પ્રમાણ એટલું વધી ગયું છે કે તેને પહોંચી વળવા માટે સુરત પોલીસની સંખ્યા ઓછી પડી રહી છે. હજી એક ગુનાની તપાસમાં પોલીસ લાગી હોય ત્યાં બીજા ગુના બનીને ઊભા રહી જાય છે. આ સંજાેગોમાં પોલીસ માટે પણ દિવસ વીતવાની સાથે-સાથે કામગીરી વધુને વધુ કપરી થતી જાય છે. મર્યાદિત સંસાધનો વચ્ચે પોલીસે દિનપ્રતિદિન રોજ નવા જ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી દરેક ગુના માટે તેમણે તેમના મર્યાદિત સંસાધનોમાંથી ટોચની અગ્રતા મુજબ ફાળવણી કરવી પડે છે. તેમા પણ રાજકારણીઓની સુરક્ષા તો જાળવવાની જ છે. તેની સાથે કોઈ સમાધાન ન થવું જાેઈએ.

Related Posts