ગુજરાત

કામરેજના તળાવમાંથી મહિલા અને ૨ બાળકો સહિત ૩ મૃતદેહ મળ્યા

મહારાષ્ટ્રનાં ગોન્દીયા જીલ્લાનાં તોયાતોલા ગામના સુરેશ વલકે (હાલ રહે. પ્રિયંકા એવન્યુ લજામણી ચોક અંડર બાંધકામ સાઇટ ઉપર મોટા વરાછાં સુરત )કડીયા કામની મજુરી કામ કરતા હતા. ત્રણેક દિવસ પહેલા સુરેશ વલકે માથામાં ઇજાગ્રસ્ત હાલતમાં મળતા તેનેે ૧૦૮ દ્વારા સુરત સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતું. એ ઘટનાનાં બે દિવસ બાદ ખડસદ ગામનાં તળાવમાંથી સુરેશ વલકેનાં ત્રણ બાળકોનાં મૃતદેહ મળી આવ્યા હતા. સુરેશ વલકેને ૨ પત્ની હોવાનું અને બંને તેમને છોડીને જતી રહી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ દ્વારા મહારાષ્ટ્ર તેનાં પરિવારને જાણ કરવામાં આવતા સુરેશ વલકેનો ભાઇ મનોજ કૈલાશ વલકે કામરેજ પોલીસ મથકે દોડી આવ્યો હતો, અનેે ત્રણેય બાળકોને પોતાનાંં ભત્રીજા તરીકેે ઓળખ કરી હતી. કામરેજ પોલીસે ફરિયાદ લઇ અ.મોતનો ગુનો દાખલ કયો છે.કામરેજ પીઆઇ સહિતના અધિકારીઓ ઘટનાની જાણ બાદ સ્થળે પર દોડી આવ્યા હતા. ઘટના બપોરે લગભગ ૨ વાગ્યાની છે. મૃતદેહ પાણીમાં ફુલાઈને ઉપર આવતા જાણ થઈ હતી. કાપોદ્રા ફાયરના જવાનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્રણેય ભાઈ-બહેન હોવાની પણ વાત ચર્ચાઈ રહી છે. હાલ પોલિસેએ ત્રણેય બાળકોની લાશ કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર રાખવામાં આવી છે. મોતનું સાચુ કારણ જાણવાં માટે સુરત સિવિલમાં ફોરેન્સિક પીએમ માટે આવનાર હોવાની વિગત જાણવા મળી છેસુરત જિલ્લાના કામરેજના ખડસદ ગામના તળાવમાંથી એક યુવતી અને બે બાળકોનો મૃતદેહ મળી આવતા પોલીસ અને ફાયર વિભાગ દોડતું થઈ ગયું છે. ત્રણેયની કોઈ ઓળખ ન થતા સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રણેયના પરિવારજનોને શોધી કાઢવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે. હાલ તો આપઘાત, અકસ્માત કે હત્યાને લઈ અનેક પ્રશ્નો ઉભા થતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ ગઈ છે.

Related Posts