કામરેજનાં કોળીભરથાણા ગામે રોડ પરનાં ઝાડ સાથે ઇંટ ભરેલો ટેમ્પો અથડાયા બાદ પલ્ટી મારી જતા એક મજૂરનું મોત અને ટેમ્પોમાં સવાર 3 મજુરો કામરેજની સદ્દભાવના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા. ફાયર અને જેસીબીની મદદથી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. કામરેજથી બારડોલી જતાં રોડ પર કોળીભરથાણા ગામની સીમમાં 7મી મેના રોજ સવારે સાડા પાંચેક વાગે કામરેજનાં અંત્રોલી ગામથી કાળી ઇંટ ભરેલો એક ટાટા ટેમ્પો નં (GJ- 05 BX- 2153) બારડોલી તરફ જઇ રહ્યો હતો. ત્યારે ટેમ્પોનાં ચાલક કડસિયા વાલાભાઇ કટારાએ (રહે. અંત્રોલી ગામ તા કામરેજ જી સુરત) ટેમ્પો પરનો કાબૂ ગુમાવી રોડની બાજુનાં ઝાડ સાથે ધડાકાભેર ટેમ્પો અથડાવતાં રોડની બાજુની ગટરમાં પલ્ટી મારી ગયો હતો, જેમા ટેમ્પોમાં બેઠેલા ચાર મજૂરો વિનોદભાઇ નરસિંહ, ગોવાભાઇ રમેશભાઇ, પરેશભાઇ મગનભાઇ નાઓ દબાઇ ગયા હતાં. જ્યારે ભાનુભાઇ વાલાભાઇ કેબીનમાં દબાઇ ગયેલો હોય જેને કાઢવા માટે ફાયરની ટીમ અને જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. ચારેય મજૂરોને બહાર કાઢ્યા બાદ108માં કામરેજની સદભાવના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં ભાનુભાઇ વાલાભાઇને મરણ જાહેર કરવામાં આવ્યો હતો. જયારે બાકીનાં ત્રણની સારવાર ચાલુ છે.અકસ્માતની જાણ થતાં 108ની ટીમ તથા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને ઇજાગસ્ત મજૂરોને બહાર કાઢી સારવાર ચાલુ કરી દીધી હતી. તેમજ વધુ સારવાર માટે કામરેજની સદભાવના હોસ્પિટલમાં ચારેય મજૂરોને લાવવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરનાં ડોકટરે ભાનુભાઇ વાલાભાઇને મૃત જાહેર કર્યો હતો. ટેમ્પો પર લખેલા ટેમ્પો માલિકનાં ફોન નંબરથી કોઇ રાહદારીએ ફોન કરી અકસ્માતની જાણ કરી હતી. ત્યાર બાદ ટેમ્પો માલિક કેતનભાઇ રવજીભાઇ વેકરિયા(રહે. શુભવીલા રો હાઉસ, ઉમરા ગામ સુરત) ઘટનાંસ્થળે દોડી આવ્યા હતાં અને મજૂરોની સારવારની તજવીજ હાથ ધરી હતી
કામરેજમાં અકસ્માત : ઈંટ ભરેલો ટેમ્પો ઝાડ સાથે અથડાયો અને પલટી ખાઈ ગયો , ૧ નું મોત થયું – ૩ ઈજાગ્રસ્ત

Recent Comments