ગુજરાત

કામરેજ તા.પંચાયતમાં ગ્રાન્ટ ફાળવણી મુદ્દે ઉપવાસ આંદોલનનો ત્રીજાે દિવસ યથાવત્‌

કામરેજ તાલુકા પંચાયતમાં ગ્રાન્ટ ફાળવણી મુદ્દે ઉપવાસ આંદોલન ત્રીજા દિવસે પણ શરૂ છે. કામરેજ તાલુકા પંચાયતની બેઠકમાં ચાર કરોડ ૬૦ લાખ રૂપિયાના કામો કરવા માટેનો ર્નિણય કરાયો છે. જેમાં દરેક તાલુકા પંચાયતના સભ્ય દીઠ ૨૨ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પરંતુ કામરેજ તાલુકાની કુલ બેઠકોમાં બે બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના સભ્યો ચૂંટાયા છે. કામરેજ- ૨ તાલુકા અને આંબોલી તાલુકા પંચાયત બેઠક ઉપર આમ આદમી પાર્ટીના સભ્ય ચૂંટાયા છે.જેની સાથે અન્યાય થતો હોવાની રાવ સાથે આપના સભ્યો ઉપવાસ પર યથાવત છે.

કામરેજ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે. તમામ તાલુકા પંચાયતના ભાજપના સભ્યોને એક સરખી ગ્રાન્ટ આપવામાં આવી છે, જ્યારે આમ આદમી પાર્ટીના સભ્યો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જેને પરિણામે આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સભ્ય અને સંગઠનના કેટલાક હોદ્દેદારો ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. કામરેજ તાલુકા પંચાયત સભ્ય જેડી કથીરિયા, સુરત જિલ્લા પ્રમુખ બટુક વડોદરિયા સહિતના કેટલાક હોદ્દેદારો છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ ઉપર છે.

આમ આદમી પાર્ટી દ્વારા આજે સુરત જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. આપ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અન્નનો ત્યાગ કરવામાં આવ્યો છે, જાે સંબંધિત અધિકારી ઝડપથી તેનો ઉકેલ નહીં લાવે તો આવતીકાલથી જળ ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉપવાસ આંદોલન દરમિયાન જાે આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય કે અન્ય પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ની તબિયત બગડે તો તેને માટે વહીવટીતંત્રને કામરેજ તાલુકા પંચાયતના સત્તાધીશો હશે.

Related Posts