fbpx
ગુજરાત

કામરેજ પાસે એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ડુપ્લિકેટ નોટ ઝડપાઈ, કુલ કિમત ૨૫.૮૦ કરોડ છે

એમબ્યુલન્સમાં મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ નોટ લઇ જવાતી હોવાની કામરેજ પોલીસને બાતમી મળતા ને હા.૪૮ પર કામરેજ પાસે નવી પારડી રાજ હોટલ સામેથી પસાર થતી ‘દિકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ લખેલી એક એમ્બ્યુલન્સને અટકાવી તપાસ કરવામાં આવી હતી, જેમાં ડુપ્લીકેટ નોટના જથ્થા સાથે હિતેશ કોટડિયા નામનાં એક ઇસમ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા હિતેશ કોટડિયાની પુછપરછ કરાતાં નોટનો આ જથ્થો રાજકોટથી જામનગર થઈ સુરત લવાતો હોવાનું જણાવ્યું હતું. હિતેશ કોટડિયાએ આ ડુપ્લિકેટ નોટનો ઉપયોગ મુવી શુટીંગમાં કરવાના હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેના પર ‘રિવર્સ બેંક ઓફ ઇન્ડિયા’ લખેલું હતું. કામરેજ પોલીસે ગણતરી હાથ ધરતાં નોટોની કુલ રકમ ૨૫ કરોડ ૮૦ લાખ જેટલી થતી હોવાનું જણાયું હતું.

પોલીસે હાલ જાણવા જાેગ ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે. હિતેશ કોટડિયાએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, ‘અમિર બાપનો દીકરો અને ગરીબ બાપની દીકરી’ નામક સ્ટોરી બનાવના હોવાથી આ માટે આટલા મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ નોટો લઈ જવામાં આવી રહી છે. હાલમાં પોલીસે તમામ નોટ કબજે લઈ લીધી છે અને હવે આગળની તપાસ કરવામાં આવશે. ખાસ કરીને આ નોટો ક્યાં છાપવામાં આવી હતી, એનો હેતુ શું હતો તથા કોને આપવાના હતા જેવી તપાસ કરાશે.

Follow Me:

Related Posts