ગુજરાતમાં વસતા પાટીદાર સમાજમાં એક ક્રાંતિકારી પહેલ શરૂ થઈ છે. સમાજમાં લગ્નની નોંધણીમાં માતાપિતાની સહમતી ફરજિયાત કરવા માંગ કરાઈ છે. ત્યારે ઉમિયા પરિવાર સેવા ટ્રસ્ટ ધર્મપુરા શ્રી સરદાર પટેલ સેવા દળ જીઁય્ દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું. કામલી ગામે યોજાયેલી બેઠકમાં લગ્નમાં નોંધણીના મુદ્દે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં જીઁય્ મહિલા રાષ્ટ્રીય સંયોજક અંજનાબેન પટેલ હાજર રહ્યા હતા. જેમાં લગ્ન નોંધણીનો કાયદો સુધારવા, ભાગીને લગ્ન કરતી દીકરીઓને ગામમાં આવવા સહમતી લેવા અંગેના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
આ ઉપરાંત સમાજના હિત મુદ્દે પણ ચર્ચા યોજાઈ હતી. પુત્ર હોય કે પુત્રી પરંતુ તેમને ઉછેરવા અને મોટા કરવા માટે માતા-પિતા ખૂબ ભોગ આપવો પડતો હોય છે. માતા અને પિતા ખૂબ જ પ્રેમથી બાળકનો ઉછેર કરવા સાથે દિવસ અને રાતને જાેયા વિના તેના ભવિષ્યનુ નિર્માણ કરવા માટે પ્રયાસ કરતા હોય છે. પરંતુ આ દરમિયાન માતા અને પિતાને મુકીને પુત્ર અને પુત્રી જતા રહેવાના પણ અનેક ઉદાહરણ જાેવા મળતા હોય છે.
તો વળી દિકરીઓની નાદાનીયતનો લાભ ઉઠાવીને યુવાવર્ગ તેને ફોસલાવીને પરણવાની લાલચ આપીને લઈ જતા હોય છે અને બાદમાં એક યા બીજા કારણો સર મુશ્કેલીઓ સર્જાતા દૂર થઈ જવાના પણ દાખલા અનેક સર્જાતા હોય છે. જેનાથી સમાજમાં એક પ્રકારે સમસ્યા ઉભી થતી હોય છે અને આવી સામાજીક સમસ્યા નિવારવા માટે થઈને પાટીદાર સમાજે લગ્નની નોંધણીમાં માતાપિતાની સહમતીનો મુદ્દો ઉઠાવ્યો છે. સરકાર પાસે દીકરીઓના ભવિષ્યની સુરક્ષા માટે કડક કાયદો લાવવાની માંગ કરાઈ છે. જે મુજબ દીકરીઓના પ્રેમ લગ્ન દ્વારા થતી લગ્નની નોંધણીમાં માતા-પિતાની સહમતિ ધરાવતી સહી ફરજીયાત હોવી જાેઈએ એવી માંગણી કરાઈ છે. તે વિના લગ્નને માન્યતા નહી આપવા રજૂઆત કરી છે.
Recent Comments