પૂવૅ સાંસદ દ્વારા કરવામાં આવેલ તાકીદના પગલે લીલીયા ચોકડી થી દાદા ભગવાન મીદર વાળા વિસ્તાર તેમજ ડાઈવર્ઝન ઉપર પેવર કરવામાં આવ્યું અમરેલીના પૂવૅ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્વારા માર્ગે અને મકાન વિભાગ સ્ટેટને કરવામાં તાકીદ અને મીડીયામાં કરવામાં આવેલ પ્રેસના પગલે ફકત બે દિવસની અંદર જ અમરેલી–લીલીયા માગૅ પર આવેલ અમરેલી શહેરના લીલીયા ચોકડી થી દાદા ભગવાન મંદિર વાળા વિસ્તાર તેમજ ડાઈવર્ઝન ઉપર એજન્સી દ્વારા પેવર કામ કરવામાં આવેલ છે. જો કામ કરવાની અને કામ કરાવવાની ઈચ્છા શકિત હોય તો કામ થઈ જ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂર્વ સાંસદ શ્રી કાછડીયાએ પરૂ પાડેલ છે અને એટલે જ લોકોમાં તેમની છાપ ૧૦૮ તરીકેની છે.
જે મેથડથી કામ લેવાની પહેલા ટેવ હતી તે જ મેથડથી આજે પણ તેઓ કામ લઈ રહયા છે. વિગત એવા પ્રકારની હતી કે, અમરેલી શહેરની અંદર લીલીયા ચોકડી થી દાદા ભગવાનના મંદિર આગળનો માર્ગે છેલ્લા ૬ મહિનાથી ધુડીયો માર્ગે બનેલ હતો. જેના લીધે આજુબાજુના રહીશો, આસપાસની સોસાયટીમાં રહેતા લોકો, બાળકો, વૃધ્ધો અને રાહદારીઓનું ધૂળના કારણે શારીરીક આરોગ્ય જોખમાય રહયુ. તેમજ ટુવ્હીલ ચાલકોના નાના અકસ્માતો સૉતા હતા છતા તે બાબતે કોઈ કાંઈ બોલતું ન હતુ અને માર્ગે મકાન વિભાગ કે કોન્ટ્રાકટરના પેટનું પાણી પણ હલતું ન હતુ. આ વિસ્તારના રહીશો અને સ્થાનિક આગેવાનો દ્વારા પ્રતિનિધિઓ તેમજ તંત્રને છેલ્લા છ માસથી અનેકવાર રજૂઆતો કરવા છતા કોઈપણ પ્રકારની કાયૅવાહી થયેલ ન હતી. જેથી તે અંગેની પૂવૅ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજૂઆત થતા તેઓએ ફકત બે દિવસ પહેલા જ જીલ્લા તંત્રને લેખિત જાણ કરી આ રોડનું કામ કરતી એજન્સીને જરૂરી સુચના.આપી તાત્કાલીક પેવર કરવા તાકીદ કરતા ફકત બે દિવસમાં જ પેવર કામ થયેલ છે. જેથી સ્થાનિક રહીશો, લોકોએ અને રાહદારીઓને ધૂળમાંથી મુકિત મળેલ છે અને રાહતની સાક્ષી આપી છે.
Recent Comments