વિધાનસભામાં રજૂ કરાયું ર્ંમ્ઝ્ર અનામત સુધારા બિલ. રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૨૭ ટકા ઓબીસી અનામતની જાહેરાત કર્યા બાદ તેનું વિધેયક તૈયાર કર્યું છે. આ વિધેયક કાયદાપ્રધાન ઋષિકેશ પટેલ ગૃહમાં રજૂ કર્યું. બિલમાં મહાનગરપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા કરાયા છે. વિધેયકમાં ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ ૧૯૪૯માં કલમ-૫ની પેટા કલમ ૬માં સુધારવાની જાેગવાઈ છે. જ્યારે કોર્પોરેશનમાં ૧૦ ટકાના બદલે ૨૭ ટકા ર્ંમ્ઝ્ર અનામત રાખવાનો સુધારો કરતી કલમ સુધારવા વિધેયકમાં જાેગવાઈ છે.
આ ઉપરાંત તમામ અનામત ૫૦ ટકાથી વધારે ન થાય તે અંગેની જાેગવાઈ પણ સુધારા વિધેયકમાં રાખવામાં આવી છે. સૌથી વધુ સુધારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમોમાં કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ઝવેરી પંચની ભલામણો પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા જેવી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, અને પંચાયતોમાં ર્ંમ્ઝ્ર બેઠકો અને પદાધિકારીઓ માટે ૧૦ ટકાના બદલે ૨૭ ટકા ર્ંમ્ઝ્ર અનામતની જાહેરાત કરી છે.
ત્યારે બંધારણમાં કાયદામાં સુધારો કરવાનો થતો હોવાથી હાલ ચોમાસુ સત્ર દરમિયાન વિધાનસભામાં કાયદામંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ બિલને ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યુ છે. વિધાનસભામાં આ બિલ પસાર કરાયુ એ પહેલા ગાંધીનગરમાં જ ર્ંમ્ઝ્ર જ્ઞાતિઓનું સંમેલન આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સંબોધન કરવામાં આવ્યુ હતુ. જેમા પાટીલે કોંગ્રેસ પર ર્ંમ્ઝ્રના નામે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.ભાજપ દ્વારા આયોજિત ર્ંમ્ઝ્ર સંમેલનમાં ર્ંમ્ઝ્ર સમાજના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અને લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ર્ંમ્ઝ્ર વોટબેંકને અંકે કરવા ભાજપે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવનારી પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ર્ંમ્ઝ્ર મતદારોને રિઝવવા માટેનો ભાજપનો પ્લાન છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે રાજ્ય સરકારે ર્ંમ્ઝ્ર અનામત નક્કી કરવા માટે ઝવેરી પંચની રચના કરી હતી. ઝવેરી પંચે રિપોર્ટ આપી દીધા બાદ સરકારે ભલામણો સ્વીકારીને તેની ર્ંમ્ઝ્રને ૨૭ ટકા અનામત આપવા સત્તાવાર જાહેરાત કરી હતી. સરકારે પંચાયત અને પાલિકામાં ૨૭ ટકા અનામત સ્વીકારી છે.
હવે તેને અમલી બનાવવા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિ. કોર્પોરેશન અધિનિયમ નગરપાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા કરવાના થશે. કોંગ્રેસ દ્વારા સરકારની જાહેરાતનો અગાઉ પણ વિરોધ કરાયો હતો. કોંગ્રેસનો આક્ષેપ છે કે ઝવેરી પંચની ભલામણોમાં સ્પષ્ટ કરાયુ છે કે યુનિટ દીઠ વસ્તી મુજબ અનાતમ આપવી જાેઈએ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકામાં ર્ંમ્ઝ્ર સમાજની વસતી મુજબ અનામત આપવી જાેઈએ. જાે કે સરકાર દ્વારા જે બિલ લવાયુ છે તેમા માત્ર ૨૭ ટકા અનામત આપવાની જાેગવાઈ છે.
Recent Comments