કારેલીબાગમાં દબાણો થતા પાલિકાએ ટેમ્પો અને લારી સંચાલકોને દંડ ફટકાર્યો
વડોદરા શહેરના ભૂતડીઝાપા સ્થિત શ્રીનાથજી પેટ્રોલપંપથી કારેલીબાગ પાણીની ટાંકીના મુખ્ય માર્ગ ઉપર ઊભા રહેતા ટેમ્પો અને લારી સંચાલકોને પાલિકાએ દંડ ફટકાર્યો હતો. જેને પગલે સ્થાનિક લોકો અને વેપારીઓમાં રોષ જાેવા મળ્યો હતો. આગામી દિવસોમાં ગેરકાયદે બાંધકામો દબાણો દૂર કરવાની સૂચના પાલિકાએ આપી છે.
વડોદરા શહેરના ભુતડીજાપા શ્રીનાથ પેટ્રોલ પંપથી કારેલીબાગ પાણીની ટાંકી સુધીના માર્ગ ઉપર પાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા બાદ દબાણ કરતા હોય ધીરે ધીરે વધુ ૧૦ ફૂટ રોડ રસ્તા ઉપર દબાણ કરી દીધું છે. આ ઉપરાંત વર્ષો અગાઉ હાથીખાના ઝાંપા પાસે ભરાતા બકરા બજાર ખાતે મકાનોનું ડિમોલેશન કર્યું હતું, જ્યાં હાલ દબાણ ઉભા થઇ ગયા છે તેમજ મુખ્ય માર્ગ ઉપર ટેમ્પો તથા લારી ગલ્લા ઉભા રાખી વાહનચાલકોને નડતરરૂપ બન્યું હતું.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્ર પટેલે વોર્ડ નં-૭ના નગરસેવકો તથા પાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજીને વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને રસ્તામાં ટેમ્પો સહિતના દબાણકર્તાને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવાની કાર્યવાહી કરી હતી. જ્યારે વધારાના દબાણો પાલિકા ટૂંક સમયમાં દૂર કરશે.
Recent Comments