શહેરના કારેલીબાગમાં રહેતી માનસિક અસ્વસ્થ યુવતી પર યુવકે બળાત્કારનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને પરાણે રૂમમાં ખેંચી જઈ આરોપીએ રૂમનો દરવાજાે અંદરથી લોક કરી દીધો હતો. જાેકે, નાની બહેને બૂમો પાડતાં આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ ફરિયાદ થતાં એકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરાર શખ્સની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, યુવતીના પિતાને પાડોશીએ ફોન કરીને તાત્કાલિક ઘરે બોલાવ્યા હતા. પિતા ઘરે પહોંચતા નાની દીકરી રડી રહી હતી. જેથી પિતાએ પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, બે શખ્સો તેમના ઘર પાસે ઉભા હતા. જેમાંથી એક શખ્સ મોટી બહેનને ઘરમાં લઈ ગયો હતો. દરવાજાે અંદરથી બંધ કરી દીધો હતો.
તેમજ આ યુવક યુવતી સાથે શારીરિક અડપલા કરી રહ્યો હતો. જાેકે, તેણે બૂમાબૂમ કરતાં આ યુવક ભાગી ગયો હતો. આ અંગે બળાત્કારનો પ્રયાસ કરનાર શખ્સ સાથે ઉભેલા યુવકની પૂછપરછ કરતાં તેણે આરોપીની ઓળખ પોલીસને આપી હતી. યુવતીના પિતાની ફરિયાદને આધારે પોલીસે એકની ધરપકડ કરી લીધી છે. જ્યારે બળાત્કારનો પ્રયાસ કરનાર શખ્સ ફરાર છે.
Recent Comments