બોલિવૂડ

કાર્તિકને મળ્યો કબીર ખાન અને સાજીદનો સાથ

સલમાન ખાન કોઈપણ ભોગે તેની આવનારી ફિલ્મ ‘ભાઈજાન’ને સફળ બનાવવાની કોશિશમાં છે. સલમાને તેના હોમપ્રોડક્શનની ફિલ્મમાં સ્ટાર્સની ભરમાર લગાવી દીધી છે. સ્ટાર વેલ્યૂ ટકાવી રાખવા માટે ફક્ત બોલિવૂડ એક્ટર્સ જ સાઉથના પણ અનેક મોટા નામને ફિલ્મ મેકિંગમાં સામેલ કરીને સલમાન ૩૦ ડિસેમ્બરે રિલીઝ થનારી તેની ફિલ્મને ભવ્ય બનાવવાની કોશિશ કરી રહ્યો છે. તો બીજી તરફ, બોલીવૂડના દિગ્ગ્જ ડિરેક્ટર કબીર ખાન અને સાજીદ નડિયાદવાલાએ કાર્તિક આર્યનને લઈને નવી ફિલ્મ બનાવવાની ઘોષણા કરી છે.

આ કારણે સલમાન અને કબીરની જુગલ જાેડીમાં તિરાડ પડી હોય તેમ લાગી રહ્યું છે. કબીર ખાન અને સલમાન ખાન અનેક સુપર હિટ બ્લોક બસ્ટર આપી ચૂક્યા છે. સલમાન અને કબીર ‘એક થા ટાઈગર’, ‘બજરંગી ભાઈજાન’ અને ‘ટ્યુબલાઈટ’ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે. જેમાંથી ‘એક થા ટાઈગર’ અને ‘બજરંગી ભાઈજાન’ સલમાનના કરિયરના ગ્રાફને ખૂબ જ ઊંચાઈ પર લઈ ગઈ હતી. અગાઉ, સલમાન પણ જાહેરમાં કહી ચૂક્યો છે કે, કબીર તેના ફેવરેટ ડાયરેક્ટરમાંનો એક છે પરંતુ હવે, કબીર કાર્તિક આર્યનને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મને ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છે.

આ ફિલ્મના પ્રોડક્શનમાં તેને સફળ નિર્માતા સાજીદ નડિયાદવાલાનો પણ સાથ મળ્યો છે. સાજીદ નડિયાદવાલાને થોડા સમય પહેલા જ સલમાન સાથે વાંકુ પડ્યું હતું. સલમાનની ફિલ્મ ‘ભાઈજાન’નું પ્રોડક્શન સાજીદની કંપની સંભાળવાની હતી પરંતુ ક્રિએટિવ ડિફરન્સના કારણે સાજીદે આ ફિલ્મમાંથી હાથ પાછા ખેંચ્યા હતા અને ત્યારથી જ સલમાન અને સાજીદ વચ્ચે બધું ઠીક નથી તેવી વાત પણ સામે આવી હતી.

સાજીદ સલમાનની ૬ ફિલ્મો પ્રોડ્યુસ કરી ચૂક્યા છે અને તેમની એક ફિલ્મ ‘કિક’ માં તેમણે નિર્દેશનની કમાન પણ સાંભળી હતી.કાર્તિકના અભિનય અને કામ પ્રત્યેના તેના ડેડિકેશનથી સાજીદ પ્રભાવિત છે અને આ કારણે જ તેમની આગામી ફિલ્મ માટે તેમણે કાર્તિક પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કાર્તિક આર્યનની લાસ્ટ રિલીઝ ‘ ભૂલ ભુલૈયા ૨’ સફળ રહી હતી અને આ કારણે તેની સ્ટાર વેલ્યુમાં ઉછાળો આવ્યો છે. થોડા દિવસ પહેલા જ, સામે આવ્યું હતું કે, રણબીરની ફિલ્મમાં કાર્તિક કેમિયો કરી રહ્યો છે અને રણબીર જેવા સ્તરની ફિલ્મમાં કેમિયો કરવો તે કોઈ નાના ગજાના એક્ટરની વાત નથી તે તો સૌ કોઈ જાણે છે.

કરણ જાેહર સાથે ‘દોસ્તના ૨’ના સેટ પર માથાફૂટ થયા બાદ, કાર્તિકની ફિલ્મમાંથી હળકપટ્ટી કરવામાં આવી હતી અને તેના સ્થાને અક્ષય કુમારને કસત કરવામાં આવ્યો હતો પરંતુ, ગોડફાધર વગર ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરનાર કાર્તિકે કરણ વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો અને તેની હકાલપટ્ટીને પણ મૌનથી વધાવી લીધી હતી. સાજીદ અને કબીરની આવનારી આ ફિલ્મનું શૂટિંગ આગામી વર્ષે શરુ થશે તેવું કહેવાય રહ્યું છે

અને આ ફિલ્મ માટે મોટું બજેટ રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ પહેલા કાર્તિકની ‘ફ્રેડી’ અને શેહઝાદા’ નામની ફિલ્મો રિલીઝ થઈ રહી છે. જેમાં ‘શેહઝાદા’માં પહેલીવાર ઓડિયન્સને કાર્તિકનો એક્શન અવતાર જાેવા મળશે. ઈન્ડસ્ટ્રીના ‘ભાઈજાન’ ગણાતા સલમાનને સાઈડ લાઈન કરીને સાજીદે કબીર સાથે બનાવેલી જાેડી કાર્તિક માટે કેટલી સફળ નીવડે છે તે તો સમય જ કહેશે.

Related Posts