બોલિવૂડ

કાર્તિક આર્યન રસ્તા ઉપર લેમ્બોર્ગિનીના બોનેટ પર ખાતો જાેવા મળ્યો

સોશિયલ મીડિયા પર દરેક લોકો કાર્તિકની સાદગીના વખાણ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે – ‘કાર્તિક જેટલો સારો એક્ટર છે તેટલો જ સારો વ્યક્તિ પણ છે. જ્યારે બીજાએ લખ્યું – ‘કાર્તિક અન્ય કલાકારો જેવો નથી જે નાની દુકાનોને અસ્વચ્છ માને છે. વીડિયો પર કોમેન્ટ કરતાં અન્ય યુઝરે લખ્યું, ‘સ્ટ્રીટ ફૂડની સામે ફાઈવ સ્ટાર ફૂડ નિષ્ફળ ગયું છે.’ જ્યારે બોલિવૂડ સેલેબ્સ ઘણીવાર ફાઈવ સ્ટાર હોટલ કે કેફે કે રેસ્ટોરાંની બહાર જાેવા મળે છે. બીજી તરફ કાર્તિકને રસ્તાની બાજુમાં આ રીતે જમતો જાેઈને ફેન્સ તેના પર દિલથી પ્રેમ વરસાવી રહ્યા છે.ઘણીવાર બોલિવૂડ સેલેબ્સ ફાઇવ સ્ટાર કાફે, રેસ્ટોરન્ટની બહાર જાેવા મળે છે, જ્યાં તેઓ તેમના મિત્રો સાથે બ્રંચ કરતા અથવા લંચ કે ડિનર લેતા જાેવા મળે છે. પરંતુ જ્યારે બી-ટાઉનનો અભિનેતા સામાન્ય માણસની જેમ રોડ પર ઉભો રહીને સ્ટ્રીટ ફૂડનો આનંદ માણે ત્યારે શું ? હા, તમે સાચું જ વાંચ્યું છે, આ દિવસોમાં કાર્તિક આર્યન રોડ કિનારે ચાઈનીઝ ફૂડની મજા લેતા જાેવા મળ્યો છે વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે રસ્તાની બાજુમાં ઉભા રહીને તેને ચાઈનીઝ ફૂડની મજા લેતા જાેઈ શકો છો. આ દરમિયાન દુકાનમાં કામ કરનાર વ્યક્તિ તેને ખાવાનું લાવી આપે છે. એક્ટર્સ પણ ખૂબ જ આરામથી ખાવાની મજા માણી રહ્યો છે. કાર્તિકની લક્ઝરી કાર ફૂડ વેનની બાજુમાં પાર્ક કરેલી જાેવા મળે છે અને તે પોતાની કારના બોનેટ પર ફૂડ મુકીને ખાતો જાેવા મળે છે. તેની સાથે એક ફિલ્મમેકર મિત્ર પણ છે.

Related Posts