fbpx
ગુજરાત

કાર ચાલકે સાઈડ લાઈટ નહીં બતાવતા કારણે ઓવરટેક કરતી વખતે બાઈક અથડાતા મોત

વાઘોડિયા-વડોદરા સ્ટેટ હાઈવે ઉપર લીમડા ગામ પાસે એક કારે ટર્ન લેતી વખતે સાઈડ લાઈટ નહીં આપતા પાછળથી ઓવરટેક કરવા જતી બાઈક અથડાતા બાઈકનો ચાલક સામેના ટ્રેક પર આવતી પીકપવાન સાથે અથડાતા કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવાન બપોરે જમવાનું લઈને પોતાનાં ધેર જતો હતો  આ અંગેની વિગત એવી છે કે વાઘોડિયા તાલુકાના લીમડા ગામમાં જય રણછોડ ફાર્મમાં રહેતો ૨૧ વર્ષનો મેહુલ પ્રવીણભાઈ તડવી વાઘોડિયા જીઆઇડીસીમાં શ્રીજી વે બ્રિજ ઉપર નોકરી કરતો હતો. ગઈકાલે સવારે પોતાની બાઈક લઈને નોકરી પર ગયો હતો

અને બપોરે તેના પિતાએ મેહુલને ફોન કરી જણાવેલ કે આજે ઘેર જમવાનું બનાવ્યું નથી તું હોટલમાંથી જમવાનું લઈ ઘેર આપવા માટે આવજે બાદમાં બપોરે ૧૨ઃ૩૦ વાગે મેહુલના ફોન પરથી અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેના પિતાને જણાવેલ કે આ ભાઈનું અકસ્માત થયેલ છે. જેથી પ્રવીણભાઈ તરત લીમડા ગામ પાસે એપોલો ટાયર કંપની નજીક પહોંચી ગયા ત્યારે પુત્ર મેહુલ મૃત હાલતમાં તેમજ તેનાથી થોડે દૂર બાઈક મળી હતી. ત્યાં હાજર થઈ ગયેલા લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે વાઘોડિયા તરફથી આવતી એક ફોરવીલ ગાડીના ચાલકે સામેના ટ્રેક પર જતો હતો ત્યારે સાઈડ લાઈટ આપી ન હતી. જેના કારણે પાછળથી બાઈક લઈને આવતા મેહુલ સાથે કાર અથડાઈ હતી. આ સાથે મેહુલ રોડ પર ફંગોળાઈને સામેના ટ્રેક પર સામેથી આવતી એક પીકઅપ વાન સાથે અથડાયો હતો. આ અકસ્માતના પગલે ફોરવીલનો ચાલક પણ સ્થળ પર હતો. જેનું નામ પૂછતા પ્રવીણ જયંતીભાઈ વાલજીભાઈ પટેલ રહે નલીનીપાર્ક માંજલપુર વડોદરા જાણવા મળ્યું હતું. વાઘોડિયા પોલીસે જયંતીભાઈ પટેલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts