કાળઝાળ ગરમીથી બચાવા વદોડારમાં સિગ્નલ પર ગ્રીન કાપડના મંડપ ઉભા કરાયા
રાજ્યમાં આ વર્ષે ઉનાળાની ગરમી એ તો હદ બહારની ગરમી વરસાવી છે ત્યારે લોકોને ગરમીથી બચાવવા માટે વડોદરા શહેરમાં આવેલા સિગ્નલ પર ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પાસે ગ્રીન કાપડ લગાવીને મંડપ ઉભો કરવામાં આવ્યો હતો. જેને લઈને ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા વાહનચાલકોને સીધા સૂર્યપ્રકાશથી રાહત મળશે. રાજ્યના તમામ શહેરોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. ગરમીથી લોકોને બચાવવા માટે અમદાવાદ અને સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન અથવા અન્ય કાપડનો મંડપ ઉભો કરીને લોકોને રાહત આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી ચુક્યો હતો.
આ કાર્યનું પુનરાવર્તન વડોદરા શહેરમાં પણ કરવામાં આવ્યું હતું. અલકાપુરી વિસ્તારમાં પોલીસ કમિશનર બંગલો નજીક આવેલા ચાર રસ્તા પર ગ્રીન કાપડનું મંડપ ઉભો કરવામાં આવ્યુ હતું. ટ્રાફિક સિગ્નલ ખુલવાની વાટ જોતા લોકો મંડપ નીચે સીધા સુર્યપ્રકાશના સંપર્કથી બચી શકશે. આવનાર સમયમાં શહેરનાં વધુ ટ્રાફિક સિગ્નલ પર આ પ્રકારે મંડપ ઉભા થાય તો નવાઈ નહીં. તો બીજી તરફ હવે ગરમી અંતિમ તબક્કામાં પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેની ટુ વ્હીલર ચાલકો ખાસ સરાહના કરી રહ્યા હતા અને પોલીસનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા.
Recent Comments