રાષ્ટ્રીય

કાળું મીઠું કે સીંધાણું મીઠું, જાણો સ્વાસ્થ્ય માટે કયુ વધારે ફાયદાકારક

મીઠું સ્વાદમાં વધારો તો કરે છે પરંતુ હેલ્થ માટે પણ એ એટલું જ હાનિકારક છે. સામાન્ય રીતે લોકો સફેદ, સિંધાણું તેમજ કાળું એમ ત્રણ પ્રકારના મીઠાનો ઉપયોગ કરતા હોય છે. જો કે મોટાભાગના લોકો સફેદ મીઠાંનો ઉપયોગ કરતા હોય છે. તમને જણાવી દઇએ કે, સામાન્ય મીઠામાં આયોડીનની માત્રા વધુ પ્રમાણમાં હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જો તમે નોર્મલ મીઠાંની જગ્યાએ સિંધાણું તેમજ કાળા મીઠાંનો ઉપયોગ કરો છો તો તમારા સ્વાસ્થ્ય માટે એ ખૂબ સારું છે. તો જાણી લો તમે પણ તમારા ડેઇલી ડાયટમાં કયુ મીઠું તમારે વાપરવું જોઇએ.

કાળુ મીઠું
કાળા મીઠાંને હિમાલયન કાળું મીઠું પણ કહેવામાં આવે છે. આ સાથે જ એમાં 84 પ્રાકૃતિક ખનીજ અને પોષક તત્વો રહેલાં હોય છે. આ મીઠાંના સેવનથી સોજા, કબજીયાત, એસિડિટી, પેટમાં બળતરા જેવી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે.

સિંધાણું મીઠું
સિંધાણું મીઠામાં સોડિયમ ક્લોરાઇડના રંગીન ક્રિસ્ટલ રંગ હલ્કા એવા પ્રમાણમાં જોવા મળે છે. આ મીઠાંને ઘણી જગ્યાએ હિમાલયન પિંક સોલ્ટ પણ કહેવામાં આવે છે. સિંધાણું મીઠું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આયુર્વેદ અનુસાર સિંધાણું મીઠું દરેક લોકોએ ખાવું જોઇએ. આ મીઠાંનો ઉપયોગ આયુર્વેદ અને હોમિયોપેથિક દવા બનાવવા માટે થાય છે.

કયું મીઠું તમારા માટે વઘારે હેલ્ધી
સામાન્ય મીઠાંની તુલનામાં કાળુ અને સિંધાણું મીઠાંમાં સોડિયમ ઓછી માત્રામાં હોય છે. આ મીઠું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર ખાવામાં સોડિયમની માત્રા વધારે પ્રમાણમાં હોવાથી હાઇ બ્લડ પ્રેશર, સ્ટ્રોક જેવી અનેક બીમારીઓનું જોખમ વધી જાય છે. પરંતુ જો તમે દરરોજ કાળા મીઠાંનો ઉપયોગ સલાડ, ચાટમાં નાંખીને ખાઓ છો તો તમારા હેલ્થ માટે એ ખૂબ સારું ગણવામાં આવે છે. આ મીઠું શરીરમાં રહેલાં હાનિકારક બેક્ટેરિયાને લડીને અનેક બીમારીઓ સામે લડવાની તાકાત ધરાવે છે.

Related Posts