ભાવનગર

કાળુભાઈ કટારીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા. ઢસા ગામે ઉનાળા નું અમૃત ગણાતી છાસ વિતરણ કેન્દ્ર નો વલ્લભભાઈ કટારીયા ના વરદહસ્તે પ્રારંભ

ઢસા ગામે ૨૫ વર્ષ થી દર વર્ષે ઉનાળા નું અમૃત ગણાતી છાસ વિતરણ કેન્દ્ર નો પ્રારંભ ઢસામાં વિનામુલ્યે છાસ વિતરણ કેન્દ્રનો પ્રારંભગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે કટારીયા પરિવાર દ્વારા કાળુભાઇ કટારીયા ચેરીટેબલ ટુસ્ટના નેજા હેઠળ વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્રનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. વિનામૂલ્યે છાસનુ વિતરણ કરવામાં આવે છે. ઢસાના અંદાજે ૪૦૦ થી ૫૦૦ પરિવારો લાભ લઈ રહ્યા છે. ઢસા ખાતે છેલ્લા ૨૫ વર્ષથી ઉનાળા દરમ્યાન કટારીયા પરિવાર દ્વારા છાસ કેન્દ્ર ખોલવામાં આવે છે. છાસ કેન્દ્ર નું ઉદઘાટન શ્રી વલ્લભભાઈ કટારીયા ના હસ્તે કરવા માં આવ્યું હતું.આ તકે શ્રી ભુરખિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી હિંમતભાઈ કટારીયા સહિત અસંખ્ય સ્થાનિક અગ્રણી ઓની ઉપસ્થિતિ માં છાસ વિતરણ કેન્દ્ર નો પ્રારંભ કરાયો હતો 

Related Posts