આતંકવાદ અને કટ્ટરપંથીઓના કારણે મુશ્કેલીથી ઘેરાયેલા કાશ્મીરમાં પરિસ્થિતિ હવે સુધરી રહી છે. કાશ્મીરમાં ૪૦ વર્ષ બાદ પહેલો ફેશન સો યોજાયો હતો. આ ફેશન શોમાં શ્રીનગર અને આસપાસના વિસ્તારની મોડેલ્સે ભાગ લીધો હતો. હુમા કુરેશીએ શો સ્ટોપર તરીકે હાજરી આપીને ફેશન ફ્રિડમને ટેકો આપ્યો હતો. ફેશન શો બાદ હુમાએ શ્રીનગરના પ્રખ્યાત દાલ સરોવરમાં ફોટોશૂટ કરાવ્યુ હતું. બે વર્ષ અગાઉ કાશ્મીરમાં સ્થાનિકો દ્વારા ફેશન શોનું આયોજન થયું હતું. કટ્ટરપંથીઓએ ઉગ્ર વિરોધ કરીને આયોજકો સામે કૂચ કરી હતી. તાજેતરમાં ફેશન ડિઝાઈનર વરુણ બહલ દ્વારા ફેશન શોનું આયોજન થયું હતું.
આ શોએ કટ્ટરપંથીઓની બોલતી બંધ કરી દીધી હતી. ફેશનને વ્યક્તિ સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સાથે સાંકળી લેવામાં આવી હતી. કટ્ટરતાનો જવાબ આપવા માટે આ જ ઉત્તમ માધ્યમ હોવાનું કહેવાયું હતું. કાશ્મીરમાં ફેશનની આ નવી શરૂઆત હતી. હુમા કુરેશીની માતૃભૂમિ કાશ્મીર છે અને આ વિસ્તારમાં ફેશનની બહારનું આગમન જાેઈને હુમા કુરેશી પણ ખુશ છે. ફેશન શો બાદ હુમાએ કાશ્મીરમાં પહેલું ફેશન શૂટ કરાયું હતું અને તેમાં હુમાએ લગ્નના પરંપરાગત વસ્ત્રો પસંદ કર્યા હતા. હુમાએ જણાવ્યું હતું કે, ફેશનની મદદથી સુંદરતા સુધી પહોંચી શકાય છે અને કપરા સંજાેગોમાં પણ સંવાદિતા સાધી શકાય છે. સમગ્ર દુનિયાને ફેશનથી જાેડી શકાય છે. ફેશન સ્વતંત્ર છે અને તેને પાંગરવાની તક મળવી જાેઈએ.
Recent Comments