કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ બાદ આ મામલાની પુનઃ તપાસ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અરજી કરાઇ
ધ કાશ્મીર ફાઇલ્સ આવતાની સાથે જ કાશ્મીરી પંડિતોનો મામલો ચર્ચામાં આવ્યો છે. આ મામલો ચગ્યા બાદ હવે રાજકીય પણ બન્યો છે. 1990માં કાશ્મીરી પંડિત નરસંહારની વાત ને લઈને ચર્ચા એ ખૂબ જોર પકડ્યું છે તેવામાં દિલ્હીના વકીલએ આ મામલાની પુનઃ તપાસ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અરજી મોકલવામાં આવી છે. આ અરજીમાં કાશ્મીરી પંડિતોના મામલાની તપાસ માટે SITની રચના કરવાની માંગ કરવામાં આવી છે. માત્ર 7 દિવસમાં 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ આ ફિલ્મે કરી ઓછા બજેટની ફિલ્મ વધુ રેકોર્ડ કરનારી બની છે અને નવો રેકોર્ડ પણ સર્જ્યો પણ છે. ત્યારે ફિલ્મ ને ચાલી રહેલી ચર્ચા ની વચ્ચે વિપક્ષે ફિલ્મને એકતરફી ગણાવી હતી. 11 માર્ચના રોજ કાશ્મીર ફાઈલ દેશભરમાં રિલીઝ થઈ છે. અનુપમ ખેર અને મિથુન ચક્રવર્કતી અભિનીત ધ કશ્મીર ફાઇલ્સને લઈને વડાપ્રધાને પણ પોતાનું નિવેદન આપ્યું છે તેઓ પણ ફિલ્મથી ગદ ગદ થયા છે. વડાપ્રધાનના નિવેદન બાદ રાજકીય નેતાઓ એ આ ફિલ્મને લઈને તેમના પ્રતિભાવો આપ્યા હતા અને આડકતરી રીતે સરકાર પર પ્રહાર કર્યા હતા. ધ કાશ્મીર ફાઇલ્સના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને ગૃહ મંત્રાલય દ્વારા વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે ડિરેક્ટરને આ સુરક્ષા આપી છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.
Recent Comments