કાશ્મીર ફાઈલ ચાર દિવસમાં તગડી કમાણી કરી, વિકેંડ સિવાયના દિવસોમાં પણ અધધ છે ફિલ્મની કમાણી, વડાપ્રધાને પણ ફિલ્મ વખાણી

11 માર્ચના રોજ કાશ્મીર ફાઈલ દેશભરમાં રિલીઝ થઈ છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ ફિલ્મ એ મોટી કમાણી કરી છે માત્ર ચાર જ દિવસમાં 40 કરોડથી વધુની કમાણી ફિલ્મે કરી છે. ભારતમાં આ ફિલ્મ 630 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. વર્કિંગ ડે હોવા છતાંય સોમવારે આ ફિલ્મે 15.05ની કમાણી કરી. વિકેન્ડમાં આટલી કમાણી ફિમલોની થતી હોય છે. અનુપમ ખેર અને મિથુન ચક્રવર્કતી અભિનીત ધ કશ્મીર ફાઇલ્સને લઈને વડાપ્રધાને પણ પોતાનું નિવેદન આપ્યું છે તેઓ પણ ફિલ્મથી ગદ ગદ થયા છે. ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મમાં કશ્મીરની એ હકીકત જણાવી છે જેમા 90નાં દશકમાં કશ્મીરી પંડિતોને તેમનું ઘર છોડવું પડ્યું હતું.
ધ કશ્મીર ફાઈલ્સે પહેલા દિવસે 3.55 કરોડનું કલેક્શન કર્યું હતું. પરંતુ બીજા દિવસે લોકોના રિસ્પોન્સ ને જોયા બાદ આ ફિલ્મ જોવા માટે મોટી ભીડ જોવા મળી હતી જેથી કમાણીમાં ઘણો વધારો જોવા મળ્યો. ત્રણ દિવસની અંદર જ 27.15 કરોડનો બીઝનેસ કર્યો છે.અને રિલીઝનાં ચાર દિવસોમાં જ આ ફિલ્મની કુલ કમાણી 43.04 કરોડ રૂપિયા થઇ ગઈ છે. હવે વડાપ્રધાને આ ફિલ્મ અંગે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે કાશ્મીરના સત્યને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એમ કહી ફિલ્મનો ઉલ્લેખ કર્યો છે.
Recent Comments