કાશ્મીર મુદ્દે વડાપ્રધાન મોદીનો જબરદસ્ત ર્નિણય, પાકિસ્તાનના ષડયંત્રો થશે નાપાક
કાશ્મીર ઘાટીમાં આગામી ૨૨ થી ૨૫ મે દરમિયાન આંતરરાષ્ટ્રીય પર્યટન પર ય્૨૦ બેઠકનું આયોજન થયું છે. તેના માટે શ્રીનગરમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ય્૨૦ ના પ્રતિનિધિ જે જગ્યા ઉપર જવાના છે ત્યાં દિવસ રાત કામ ચાલી રહ્યું છે. ય્૨૦ બેઠક પહેલા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જાેકે ઇસ્લામાબાદને કાશ્મીરની પ્રગતિ ખટકી રહી છે. કારણકે ય્-૨૦ સમીટ પછી કશ્મીર ગ્લોબલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરફ આગળ વધશે. એક વખત ગ્લોબલ ટુરીસ્ટ ડેફીનેશનમાં કાશ્મીરનું નામ આવી ગયું પછી કાશ્મીર ઘાટીમાં પાકિસ્તાનનું દરેક ષડયંત્ર ફેલ થઈ જશે. જાેકે કાશ્મીરીઓને પાકિસ્તાનથી કોઈ મતલબ નથી. શ્રીનગરમાં ય્૨૦ સમિટ ની મીટીંગ થશે અને તેના માટે ગુલબર્ગનું વર્લ્ડ ફેમસ સ્કી રિસોર્ટ તૈયારી કરી રહ્યું છે. ય્૨૦ ના રીપ્રેઝન્ટેટીવ કાશ્મીર આવશે તો કાશ્મીરમાં ટુરિઝમ વધશે. કાશ્મીરમાં પર્યટકોની સંખ્યા વધશે તો વિકાસ પણ થશે જેના કારણે કાશ્મીરીઓ ખુશ છે. ગુલમર્ગના હોટલ અને રિસોર્ટ ટુરિસ્ટથી ખચાખચ ભરેલા રહે છે. પરંતુ ય્૨૦ પછી વિદેશીઓ માટે પણ કાશ્મીર ફેવરિટ ડેસ્ટિનેશન બની શકે છે. કાશ્મીરનો પ્રચાર આ સમિટ પછી ગ્લોબલ લેવલ પર જાેરશોર થી થશે જેના કારણે પાકિસ્તાનના ષડયંત્રનો નેસ્તોનાબુદ થશે. પાકિસ્તાને કાશ્મીરને લઈને જે એજન્ડા ઉભો કર્યો છે તેનો ભારતના આ ર્નિણયથી નાશ થશે. ભારતના આ ર્નિણયથી પાકિસ્તાન પણ ટેન્શનમાં છે કારણ કે પાકિસ્તાન સતત આતંકીઓની મદદથી જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ બગાડવાના પ્રયત્નો કરે છે. પરંતુ જી-૨૦ સમિટ પહેલા જમ્મુમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બોર્ડર પર પણ કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં ૪૨ બોર્ડર પોલીસ પોસ્ટ બનાવીને આતંકીઓની ઘુસણખોરી અટકાવવા બંદોબસ્ત ઉભો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ય્૨૦ ના બધા જ દેશોના પ્રતિનિધિ ૨૩ મેના રોજ શ્રીનગરમાં પર્યટન અને કાર્યકારી સમૂહની બેઠકમાં ભાગ લેશે. તમામ પ્રતિનિધિ ૨૨ મેના રોજ શ્રીનગર પહોંચશે. ૨૩ મે બેઠક થશે અને ૨૪ મે એ પ્રતિનિધિઓને મુખ્ય પર્યટન સ્થળ પર લઈ જવામાં આવશે.
Recent Comments