દરેક નાગરીક બહારના શાકભાજીને બદલે પોતાના ઘરનું શાકભાજી ઘર આંગણે કિચન ગાર્ડનમાં વિવિધ શાકભાજી (મરચી, ટમેટા, રીંગણ, પાલક, ચોળી, દુધી, તુરિયા, કાકડી, ભીંડા, ગુવાર વગેરે) ઉગાડીને રસોઇ કામમાં ઉપયોગમાં લઇ શકે તે માટે બાગાયત વિભાગ, કેનિંગ અને કિચન ગાર્ડન યોજના, ભાવનગર ખાતે શાકભાજીના સુધારેલ બિયારણો નજીવા ભાવે વેચાણ માટે ઉપલબ્ધ છે તથા કિચન ગાર્ડન વિશેની જરૂરી માહિતી નિ:શુલ્ક આપવામાં આવે છે. તો, રસ ધરાવતા નાગરિકોએ “નાયબ બાગાયત નિયામકની કચેરી, કેનિંગ અને કિચન ગાર્ડન યોજના, નવાપરા, ભાવનગર ફોન. (૦૨૭૮)૨૪૨૦૪૪૪”પર કચેરી સમયે સંપર્ક કરી શકાશે તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.
કિચન ગાર્ડન માટે બાગાયત વિભાગ દ્રારા સુધારેલ બિયારણો વિનામુલ્યે વિતરણ કરાશે

Recent Comments