કિમ જાેંગ ઉને ચેતવણી આપી… કહ્યું “યુદ્ધ માટે તૈયાર રહો”ઃ ટોચના જનરલને પણ હટાવી દીધા
ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જાેંગ ઉને પોતાની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું છે. કિમે તેમની સેનાના ટોચના જનરલને તેમના પદ પરથી હટાવી દીધા છે અને તરત જ સૈન્ય કવાયત, હથિયારોની સપ્લાય વધારવાના નિર્દેશો આપ્યા છે. કિમ જાેંગ ઉનના આ આદેશ બાદ હંગામો ઉગ્ર છે અને દરેક લોકો એલર્ટ પર છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, બુધવારે આયોજિત સેન્ટ્રલ મિલિટ્રી કમિશનની બેઠકમાં કિમ જાેંગ ઉને ઉત્તર કોરિયાના દુશ્મનો પર નજર રાખવાની વાત કરી અને તેમના ખાત્મા માટે યોજના તૈયાર કરવા કહ્યું હતું. તે દરમિયાન કિમ જાેંગ ઉને ચીફ ઓફ જનરલ સ્ટાફ પાક સુને હટાવીને તેમના સ્થાને રી યંગ ગિલની નિમણૂક કરી હતી. હાલમાં તેઓ ઉત્તર કોરિયાના સંરક્ષણ પ્રધાન છે. આ બેઠકમાં કિમ જાેંગ ઉને દેશમાં હથિયારોનું ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે આ આદેશ ત્યારે આવ્યો છે જ્યારે ગયા અઠવાડિયે કિમ જાેંગ તે દેશોની અલગ-અલગ હથિયાર ફેક્ટરીઓમાં ગયા હતા અને તેમને મિસાઈલ એન્જિન, આર્ટિલરી અને અન્ય હથિયારો બનાવવા માટે કહ્યું હતું.
એક એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરમાં કિમ જાેંગ ઉન તે દેશના નકશા પર દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ અને તેની આસપાસના વિસ્તારો તરફ ઈશારો કરતા જાેવા મળે છે. જણાવી દઈએ કે કિમ જાેંગ ઉન લાંબા સમય પછી આ રીતે ચર્ચામાં આવ્યા છે. જાે કે અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો દ્વારા ઉત્તર કોરિયા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે રશિયાને હથિયાર સપ્લાય કરી રહ્યું છે, જેનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં થઈ રહ્યો છે. રશિયા-ઉત્તર કોરિયાએ આ દાવાઓને નકારી કાઢ્યા છે. હવે કિમ જાેંગ ઉન ફરી એકવાર આક્રમક વલણમાં છે અને તેણે પોતાની સેનાને સૈન્ય કવાયતનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે ૯ સપ્ટેમ્બરે ઉત્તર કોરિયાનો સ્થાપના દિવસ છે, આવી સ્થિતિમાં દેશમાં એક મોટી સૈન્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આને લઈને દેશમાં મોટી તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે, આ મહત્વપૂર્ણ દિવસ પહેલા અમેરિકા અને દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયાના પડોશમાં પણ સૈન્ય કવાયત કરવા જઈ રહ્યા છે.
Recent Comments