fbpx
સૌરાષ્ટ - કચ્છ

કિશન ભરવાડની હત્યામાં હથિયાર આપનાર રાજકોટના અજીમનો ભાઇ મોરબીથી ઝડપાયો

ધંધુકામાં વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડની હત્યા મામલે હથિયાર આપનાર રાજકોટના અજીમ બચા સમાનો ભાઇ મોરબીથી ઝડપાયો છે. 

મોરબી બી ડિવિઝન પોલીસે અજીમ સમાના ભાઇ વસીમ ઉર્ફે સમાની અટકાયત કરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સવારથી જ રાજકોટ વાંકાનેર મોરબી જીલ્લામાં અજીમ સમાની તપાસ હાથ ધરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વસીમ ઉર્ફે બચાને મોરબીથી અમદાવાદ લઇને રવાના થઇ હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ગોહિલ સહિતની ટીમ મોરબી બી ડિવિઝન પોલીસ મથકથી ખાનગી રીતે વસીમને લઇને રવાના થઇ હતી.

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા મામલે પોલીસે જમાલપુરમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી છે. આરોપી શબ્બીર અને ઇમ્તિયાઝને લઇને પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરી હતી. આરોપીઓએ ધંધુકાની સર મુબારક બુખારી દાદા દરગાહની પાછળના ખેતરમાં જે હથિયારથી ફાયરિંગ કર્યુ હતુ તે પિસ્તોલ અને બાઇક મુક્યુ હતુ તે મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે

Follow Me:

Related Posts