અમરેલી

કિસાન મોરચો, યુવા મોરચો, મહિલા મોરચો, બક્ષીપંચ મોરચામા સામેલ હિરેનભાઈ હિરપરા, મનિષભાઈ સંઘાણી,ભાવનાબેન ગોંડલીયા મયુરભાઈ માંજરીયાને અભિનંદન:કૌશિક વેકરીયા

વિશાળ અનુભવને નવી નિમણૂંકોની કામગીરીમા જોડવા સાથે પ્રદેશ દ્રારા જાહેર કરવામા આવેલ વિવિધ મોરચાની નિમણૂંકોમા સ્થાન પામેલ લોકોને અભિનંદન પાઠવતીવેળા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ જણાવેલ છે. સાથોસાથ નવી નિમણુંક સંગઠન શકિત વધારવામા પણ અસરકારક પુરવાર થાય તેવી ભાવના વ્યકત કરી હતી.

કિસાન મોરચાના મહામંત્રી તરીકે નિમણૂંક પામેલ પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા,એનસી.યુ.આઈ.ના ડીરેકટર–મહિલા અગ્રણી મહિલા મોરચાના મંત્રી તરીકે નિમણૂંક પામેલ ભાવનાબેન ગોંડલીયા તેમજ યુવા મોરચાના ઉપ પ્રમુખ તરીકે અમરેલી જીલ્લા સહકારી સંઘના પ્રમુખ મનીષભાઈ સંઘાણી અને બક્ષીપંચ મોરચાના મંત્રી તરીકે સ્થાન પામેલ એડવોકેટ મયુરભાઈ માંજરીયાને અભિનંદન પાઠવતા વેકરીયાએ જણાવેલ હોવાનું યાદીમા જણાવાયેલ છે

Related Posts