બોલિવૂડ

‘કિસી કા ભાઇ કિસી કી જાન’ ફિલ્મ ૧૧૦ કરોડ પણ ન મેળવી શકી!..

૨૧ એપ્રિલનાં રિલીઝ થયેલી સલમાનખાન-પૂજા હેગડેની ફિલ્મ ‘કિસી કા ભાઇ, કિસી કી જાન’એ બોક્સ ઓફિસ પર દમ તોડી દીધો છે. ફરહાદ સામજીની આ ફિલ્મે માત્ર ૧૦ દિવસમાં રૂ. ૧૦૦ કરોડની કમાણી તો કરી લીધી પણ પછી તેનું કલેક્શન સ્થિર થઈ ગયું. અને થોડાં દિવસોમાં થિયેટર પરથી ઊતારી લેવામાં આવે તેવી સંભાવના છે. દરરોજ તેનું કલેક્શન સતત ઘટી રહ્યું છે. ૧૧મેનાં રોજ ૨૧મા દિવસે આ ફિલ્મે ૧૧.૮ ટકા ઓક્યુપન્સી સાથે માત્ર રૂ. ૨૪ લાખની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મની કુલ કમાણી રૂ. ૧૦૯.૨૮ કરોડ થઈ છે.

Related Posts