‘કિસી કા ભાઇ કિસી કી જાન’ ફિલ્મના રીવ્યુ કઈક આ પ્રકારે છે.. તો જાણી લો…
સલમાન ખાનની ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ ફિલ્મની કહાની સલમાન ખાન અને એના ત્રણ ભાઇઓની છે. સલમાન ખાન લગ્ન કરવા ઇચ્છતો નથી કારણકે એનો એક પાસ્ટ હોય છે. પછી ભાઇજાનની જિંદગીમાં પૂજા હેગડે આવે છે અને જીંદગીમાં યુ ટર્ન આવે છે. પછી કંઇક એવું થાય છે કે ભાઇજાનને એમની રિયલ અંદાજમાં સામે આવવુ પડે છે અને સાથે બધુ જ બદલાઇ જાય છે અને આ એક ફિલ્મની કહાની છે. આ કહાનીની સાથે-સાથે એક્શન, રોમાન્સ, ફેમિલી ડ્રામા, વનલાઇનર અને મ્યૂઝિકથી ભરપૂર છે. લગભગ અઢી કલાકની ફિલ્મમાં એ બધા જ ટાઇપના મસાલા છે જે સામાન્ય રીતે સલમાનની ફિલ્મોમાં નજરે પડે છે. મિસિંગ છે તો આત્મા… ફરહાદ સામજીના ડાયરેક્શનમાં બનેલી સલમાન ખાનનો ટચ સ્પષ્ટ રીતે જાેવા મળશે. ફરહાદનું ડાયરેક્શન કોઇ પણ પ્રકારના કિસ્સામાં અનોખુ નથી. માત્ર કોશિશ ભાઇજાનના સ્વેગને બતાવવાની..જેવી સામાન્ય રીતે સુપરસ્ટાર્સ બેસ્ડ ફિલ્મોમાં કરતા જાેવા મળે છે. જાે કે ફિલ્મને લઇને કોઇ એફર્ટ જાેવા મળી રહ્યો નથી. કોઇ પણ ફિલ્મને ચલાવવા માટે એની સ્ટારકાસ્ટની ભૂમિકા મહત્વ રહેલી હોય છે, પરંતુ સલમાન ખાનની છેલ્લી ઘણી ફિલ્મોમાં એવી સ્ટારકાસ્ટને મોકો આપી રહ્યા છે જે એક્ટિંગથી દૂર છે, પરંતુ એની નજીક છે.
‘કિસી કા ભાઇ કિસી કી જાન’માં પણ કંઇક આવું જ છે. ફિલ્મમાં વેંકટેશ, જગપતિ બાબુ, પૂજા હેગડે પણ મસ્ત રોલમાં જાેવા મળી રહ્યા છે. સલમાન ખાનની ફિલ્મ છે, જેનું પૂરું ફોક્સ એની પર છે. આ સાથે જ ફિલ્માં ગીત, એક્શન પણ જાેવા મળી રહી છે, પરંતુ આત્મા પૂરી રીતે મિસિંગ છે. આ રીતે સલમાન ખાનના ફેન્સ તેમજ સ્ટાઇલ મસાલા ફિલ્મ જાેવા માટેના શોખીન છો તો આ ફિલ્મ તમારે ખાસ જાેવી જાેઇએ. જાે રેટિંગની વાત કરીએ તો ્ર્ંૈંના જણાવ્યા અનુસાર ૨.૫/૫ સ્ટાર મેળવેલા છે.. એક પ્રાઇવેટ એપ્લીકેશન નો સ્કોર ૩.૩/૫ સ્ટાર મેળવેલા છે અને ૭૧ ટકા ગૂગલ યુઝર્સને પસંદ કરી છે આ ફિલ્મને… આ ફિલ્મના ડાયરેક્ટર- ફરહાદ સામજી છે અને આ ફિલ્મમાં કલાકારો ની વાત કરીએ તો સલમાન ખાન, પૂજા હેગડે, વેંકટેશ, જગપતિ બાબુ, રાઘવુ જુઆલ, જસ્સી ગિલ, સિદ્ધાર્થ નિગમ, શહનાઝ ગિલ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ અને પલક તિવારી નો સમાવેશ કરવામાં આવ્યો છે.
Recent Comments