અમરેલી

કુંકાવાવનાં અમરાપુર ગામનાં વિકાસકાર્યોનું નિરીક્ષણ કરતા ડીડીઓ

કુંકાવાવ પાસેના અમરાપુર ગામે જિલ્‍લા વિકાસ અધિકારી તેજસ પરમારે ગામની મુલાકાત લીધી હતી. જેમાં ગામની સ્‍વચ્‍છતા તેમજ આંગણવાડી, આરોગ્‍ય સેવા સેન્‍ટર, પંડિત દીન દયાળ આવાસ મકાન, જાહેર શૌચાલય તેમજ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી અને ગામના વિકાસનાકામો તેમજ સ્‍વચ્‍છતાથી પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે કુંકાવાવ તાલુકા પંચાયતના અધિકારી એસ.ડી. પટેલ, પંડયાભાઈ, સોનીભાઈ, નિકુંજભાઈ, ભરતભાઈ અધેરા સહિતના કર્મચારીઓ જોડાયા હતા. આમ નાના એવા ગામમાં સુંદર કામગીરી સરપંચ સુખાભાઈ વાળા, ત.ક. મંત્રી મેહુલભાઈ સુખડીયાની કામગીરીના વખાણ કર્યા હતા.

Related Posts