અમરેલી જિલ્લાનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એફ. પટેલનાં સીધા માર્ગદર્શન અને લાયઝનીંગમાં કુંકાવાવ તાલુકાનાં લુણીધાર ગામે તાલુકા હેલ્થ ઓફિસર ડો. એસ.આર. મીના તથા તાલુકા સુપરવાઈઝર વી.વી. બોરીસાગર, ફાર્માસીસ્ટ મનોજ કાકલોતર, મેડીકલ ઓફિસર ડો. ઋત્વિક પટેલ, એમ.કે. બગડા અને ઔષધ નિરીક્ષક પી.બી. બબરની સંયુકત ટીમ ઘ્વારા ખાનગી રાહે છાપો મારતા મનસુખભાઈ જાદવભાઈ સાવલીયા નામનો ઈસમ છેલ્લા દસ વર્ષથી ડીગ્રી વગર મેડીકલ સારવાર કરી રહૃાો હતો તેમને પકડી પાડેલ છે. આ બનાવથી આવા તત્વોમાં એકભયનું વાતાવરણ ઉભું થયેલ છે. આરોગ્ય અધિકારીની કામગીરીને લોકોમાં જોરદાર પ્રતિસાદ મળી રહેલ છે.
કુંકાવાવનાં લુણીધારમાં છેલ્લા 10 વર્ષથી જનઆરોગ્ય સાથે ચેડા કરનાર ઉઘાડપગા તબીબ ઝડપાયા

Recent Comments