કુંકાવાવની યુવતીનું મહિલા સશક્તિકરણ તાલીમ કેમ્પમાં પ્રથમ આવતા મુખ્યમંત્રીએ સન્માન કર્યું

કુંકાવાવના વતની અને હાલ રાજકોટની વિરબાઈમાં મહિલા સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા રાજવીબા અનકભાઈ વાળાએ નાની ઉંમરમાં નામના મેળવી છે. પોતાની કારકિર્દિનું ઘડતર નાનપણમાં પ્રાથમિકના અભ્યાસથી શરૂ કર્યું હતું. ત્યાર બાદ જી.કે. ધોળકિયા સ્કૂલમાંથી રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન મેળામા પસંદગી પામ્યા હતા. તેઓને પોતાના પ્રોજેક્ટ સાથે વિજ્ઞાન મેળામા મુંબઈ ખાતે ગુજરાતમાંથી માત્ર ત્રણ પ્રોજેક્ટનું સિલેકશન થયેલ હતું. જેમાં મેનેજિંગ પોલ્યુશન ફોર સસ્ટેનેબલ હેબિટેડ પ્રોજેક્ટની પસંદગી થયેલ હતી.
જેમાં રાજવીબા વાળાને પોતાનો પ્રોજેક્ટ રજૂ કરવા બોલાવ્યા હતા.વર્ષ 2020ની સાલમાં રાજકોટ ખાતે મહિલા સશક્તિકરણ તાલીમ કેમ્પનું આયોજન થયેલ હતું. જેમાં રાજવીબાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમનું સન્માન કર્યું હતું.
ઉપરાંત રાજપુત કરણી સેના દ્વારા દર વર્ષે યોજાતા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં પ્રિન્સેસ બનવાનું બહુમાન પ્રાપ્ત કરેલું છે. ઉપરાંત સ્વમિંગની સ્પર્ધા, રાયફલ શૂટિંગની સ્પર્ધા, એસસીસી, ટ્રેકિંગ કેમ્પ વિગેરેમાં ભાગ લઈ રાજવીબાએ શ્રેષ્ઠ દેખાવ કરી એક મહિલા તરીકે તથા બહેનોને પ્રેરણા મળે તેવું ઉત્કૃષ્ટ ઉદાહરણ તેમણે પુરૂ પાડ્યું છે.ત્યારે મહિલા દિવસે રાજવીબાની સફળતાની સિદ્ધી સૌ કોઈ મહિલાઓ માટે પ્રેરણારૂપ બનશે.
Recent Comments