અમરેલી

કુંકાવાવની ૧૦ ગ્રામ પંચાયતો ખાતે ‘‘લોક દરબાર’’ રાખતા અમરેલી ધારાસભ્ય કૌશિકભાઇ વેકરિયા

આજરોજ અમરેલી ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ વેકરિયાએ અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના સૂર્યપ્રતાપ
ગઢ, અનિડા, મોટાઉજળા, તોરી, અરજણસુખ, રામપુર, નાજાપુર, વાવડી, બરવાળા બાવીસી, અમરાપુર ગામ ખાતે પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમ્યાન
ઉપરોક્ત ગ્રામજનોએ શ્રી કૌશિક વેકરિયાનો આભાર ઉત્સવ કાર્યક્રમ રાખ્યો હતો. આ આભાર ઉત્સવ કાર્યક્રમની સાથે સાથે શ્રી કૌશિક વેકરિયાએ ગ્રામ પંચાયત
ખાતે જ પ્રજાજનોના પ્રશ્નો તેઓના ગ્રામ પંચાયતમાં જ નિરાકરણ આવે તે હેતુથી ‘‘લોક દરબાર’’ રાખી લોકોના પ્રશ્નોને વાચા આપવા એક અનોખો અભિગમ અપનાવ્યો હતો.

આજરોજ આ ‘‘લોક દરબાર’’માં તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, પોલીસ સબ ઇન્સ્પેકટર, કાર્યપાલક ઇજનેરશ્રી – પાણીપુરવઠા, સિંચાઇ ખાતાના જિલ્લાના વડા તેમજ પી.જી.વી.સી.એલ.ના પ્રતિનિધિને સાથે રાખી પ્રજાના પ્રશ્નોને પોતાના ગામમાં જ નિરાકરણ આવે તેવા ઉમદા હેતુથી આભાર ઉત્સવની સાથે સાથે ‘‘લોક દરબાર’’ રાખી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સફળતા મેળવી હતી. આ ‘‘લોક દરબાર’’માં ગ્રામજનોની સાથે સાથે જિલ્લાના પદાધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts