અમરેલી

કુંકાવાવ તાલુકાના ખડખડ મુકામે દુધાત પરિવાર દ્વારા આયોજીતભાગવત સપ્તાહમા ક્રાંતિકારી નિર્ણય

પોથી તથા ડાયરાની રકમ તપોવન આશ્રમને અર્પણ. તપોવનના તપસ્વિઓની માવજત માટે આર્થીક સહયોગના નિર્ણયને ચોમેર આવકાર, દુધાત પરિવારના સામાજીક નિર્ણયની સરાહના, સમાજમા નવો ચિલો ચાતરતો પરિવાર સામાજીક, સાંસારીક અને વ્યવહારીક સબંધોમા ઘન મહત્વનું પાસુ છે. સંસ્કારી પરિવાર
ઘન સંપદાનો સદઉપયોગ કરી સામાજીક પુણ્યનું ભાથુ બાંધતા રહે છે આવો જ એક સામાજીક નિર્ણય કુકાવાવ તાલુકાના ખડખડ ગામે દુધાત પરિવાર દ્રારા શ્રી
કૃષ્ણપ્રકાશદાસજીના વ્યાસાસને ચાલતી ભાગવત કથા કરવામા આવ્યો. જેમા વ્યાસપીથની પોથી ઉપર ઘરવામા આવતી રકમ તથા કથા દરમ્યાન યોજાતા ડાયરામા ઉછાળવામા આવતી રકમ અમરેલી ખાતે સારહી તપોવન આશ્રમના તપસ્વિઓની સેવા પ્રવૃતિઓમા અર્પણ કરવાનો નિર્ણય કરવામા આવતા દુધાત પરિવારના નિર્ણની ચોમેર સરાહના કરવામા આવી રહી છે. ખડખડ મુકામે ચાલતી ભાગવત કથામા દુધાત પરિવારના યુવા અગ્રણી યોગેશભાઈ દુધાત
સહિત સમગ્ર પરિવાર દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામા આવેલ. સાંપ્રત સમયમાં આવો નવતર નિર્ણય દુધાત પરિવારે જાહેર કરીને ભાગવત કથાનું પુણ્ય પણ સામાજીક સંકલ્પ સાથે અપર્ણ કરવામા આવેલ છે તેમ સંસ્થાની અખબારી યાદીમા જણાવાયેલ છે.

Related Posts