fbpx
અમરેલી

કુંકાવાવ તાલુકાના ચોકી રસ્તા ઉપર અંધારપટ દુર કરતા : પરેશ ધાનાણી

કુંકાવાવ તાલુકાના નવા ઉજળા ગામ પાસે ચોકી ચાર રસ્તા ઉપર રાત્રે ખુબ જ અંધારપટ હોય છે, અને ત્યા અંધારપટના લીધે અવાર–નવાર અકસ્માતો પણ સર્જાય છે, અને રાત્રે આ જગ્યાએ અવર–જવર કરવામાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આ પ્રશ્નનું નિરાકરણ માટે કુંકાવાવ તાલુકાના આગેવાનોએ
અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીને રજુઆત કરતા તેમણે પોતાની ગ્રાંન્ટ માંથી કુંકાવાવ તાલુકાના નવા ઉજળા ગામ પાસે ચોકી ચાર રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટ ફીટ કરવાના કામે નાણાંની ફાળવણી કરેલ છે. અને આ કામ ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે. કુંકાવાવ તાલુકાના આગેવાનોએ પરેશભાઈ ધાનાણીનો ખુબ અુબ આભાર માન્યો .

Follow Me:

Related Posts